દાહોદ પોલીસે ધાડ કરવાના ઇરાદે આવેલ 3 ઈસમોને વિદેશી રિવોલ્વર, ધારીયા અને મારક હથિયારો સાથે ઝડપી પાડયા

HIMANSHU PARMAR – DAHOD
દાહોદ ટાઉન પોલીસને ગઈકાલે મોદી રાત્રે બાતમી મળી કે દાહોદના હનુમાન બઝાર પાસે આવેલ બંદૂકવાડમાં 4 થી 5 શકમંદ ઈસમો અરિહંત દળ બાટીના સામેના ઓટલા ઉપર કોઈ ઘટનાને અંજામ આપવા બેઠા છે તેવી માહિતી મળતા જ દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે બંદૂકવાડના ઉપરના ભાગે અને બીજી બાજુ નાકાના ભાગે કોર્ડન કરી અને અમુક જવાનો અંદર જઈ અને તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો બેઠેલા અને તેઓને દાહોદ પોલીસે દબોચીને પોલીસ સ્ટેશન લાવી પોલીસ ભાષામાં પૂછતાં તેઓ પૈકી શૈલેષ ગણાવા રહેવાસી વજેલાવ પાસેથી એક વિદેશી ઈંગ્લેન્ડની વેમ્બલી કંપનીની વિદેશી 32 બોરની રિવોલ્વર અને મોબાઈલ અને કાંતિ બારિયા તેમજ વિનુ ભાભોર પાસેથી ધારીયા અને પાળિયા જેવા મારક હથિયારો    સાથે તેઓની ધાડ કરવાના ઇરાદે દાહોદ ટાઉન PI  M.G ડામોર એ અટક કરી આ રિવોલ્વર ક્યાંથી લાવ્યા અને ક્યાં ધાડ પાડવાની હતી તે માટે કોર્ટમાં રજુ કર્યા અને વધુ પુરાવાઓ અને વિગતો બહાર લાવવા આર્મ્સ એક્ટ અને ધાડ કરવાનો ગુનો નોંધી રિમાન્ડ માંગ્યા હતા .


Related News

Comments are Closed

%d bloggers like this: