દાહોદ પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ

  • એક રૂમમાં 3 પલંગ ઉપરાંત દૈનિક વપરાશની વસ્તુઓની સુવિધા ઉપલબ્ધ
  • રવિવારે બપોર બાદથી કોરોનાના કેટલાક દર્દીઓને શિફ્ટ કરાયાં

દિવ્ય ભાસ્કર

Aug 04, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદના ઝાલોદ રોડ સ્થિત સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આજ રવિવારે બપોર બાદથી ત્યાં કેટલાક દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. દાહોદમાં કોરોના વાઇરસના કેસોમાં થયેલા ચિંતાજનક વધારાને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ આયોજન પ્રમાણે ક્રમાનુસાર કોવિડ કેસ સેન્ટર કાર્યરત કરાઇ રહ્યા છે. પ્રથમ ટેકનિકલ હાઇસ્કૂલ અને બાદમાં સરકારી ઇજનેરી કોલેજમાં 120 બેડના કોવિડ કેર સેન્ટર કોરોના દર્દીઓની સંભાળમાં કાર્યરત છે. હવે, સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં પણ સીસીસી કાર્યરત કરવામાં આવ્યું છે. જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદના ખરેડી સ્થિત મોડેલ સ્કૂલમાં પણ આવું સેન્ટર બનાવવામાં આવ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: