દાહોદ પાલિકામાં મહિલા સભ્યોના પતિઓનો વહિવટમાં હસ્તક્ષેપ!

પત્નીના નામે ડુપ્લિકેટ સહી કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ ભાજપના વફાદાર કાર્યકરના નામે સહી કરીને નનામા પત્ર…

 • Dahod - દાહોદ પાલિકામાં મહિલા સભ્યોના પતિઓનો વહિવટમાં હસ્તક્ષેપ!

  દાહોદ પાલિકામાં ચુંટાયેલા મહિલા સભ્યના પતિઓ પાલિકાના વહિવટમાં હસ્તક્ષેપ કરી પત્નીના નામની ખોટી સહીઓ કરીને વહિવટમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતો એક પત્ર ફરતો કર્યો છે. ભાજપના વફાદાર કાર્યકર લખેલા નનામા પત્ર દ્વારા કલેક્ટરથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.

  દાહોદ કલેક્ટરને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે, તાજેતરની ચુંટણીમાં 50 ટકા મહિલા અનામત મુજબ મહિલાઓ કાઉન્સિલર પદે શોભાયમાન થઇ છે. દુખ સાથે હકિકત જણાવું છું કે, ભાજપની મોટાભાગની મહિલા કાઉન્સિલરોના પતિદેવો દિવસ દરમિયાન પાલિકામાં વિવિધ ખાથાઓમાં જાણે પોતે કાઉન્સિલર હોય એ રીતે હુકમ કરતા હોય છે, વહિવટ કરતાં રહે છે. જેથી પાલિકામાં વહિવટ અને હસ્તક્ષેપ કરી કોઇપણ પોતાના ગોદ્દા વગર કામગીરી કરતાં હોય છે. પત્નીના હોદ્દા ચેરમેનના હોઇ તેનો ગેરકાયદેસર લાભ ઉઠાવી પત્નીના નામની ડુપ્લીકેટ સહીઓ કરીને પાલિકાની વહિવટી પ્રક્રિયામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વધુમાં મહિલા કાઉન્સિલરો ઘરે બેસી રહે છે અને તેમના પતિદેવો આખો દિવસ નગર પાલિકામાં વિવિધ વિભાગમાં જોહુકમી અને મનમાની કરી ર્હયા છે. જેથી શહેરીજનોમાં આક્રોશ ફેલાયેલો છે. ભારતીય જનતા પક્ષને કલંકીત ના કરવું હોય તો તાત્કાલિક નગર પાલિકા કચેરીમાં મહિલા કાઉન્સિલરોના પતિદેવોને જરૂરી સુચના હુકમના રૂપમાં આપીને પ્રવેશબંધી કરાવવી જોઇએ તેવી સાચા અને પ્રામાણિક કાર્યકર તરીકે અરજ કરી છે.

  કોને-કોને નકલ રવાના કરાઇ

  કલેક્ટરને ઉદ્દેશીને લખાયેલો નનામો પત્ર મુખ્ય મંત્રી વીજયભાઇ રૂપાણી, ના. મુ.મંત્રી નીતીનભાઇ પટેલ, ભાજપ પક્ષ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રભારી અમીત ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, ચીફ ઓફીસર દાહોદ પાલિકાને આ પત્રની નકલ રવાના કરાઇ છે.

  પત્ર તદ્દન ખોટો છે, એવું કંઇ છે જ નહીં

  સભ્ય બહેનો સમય ફાળવીને પાલિકામાં આવે છે. નાના મોટા કામ મામલે પ્રમુખ સ્થાને ધ્યાને લાવતાં તેમના વિસ્તારના કામ પણ કરાવી આપીયે છીયે. પત્ર તદ્દન ખોટો છે. એવું કંઇ છે જ નહીં.અભિષેક મેડા, પ્રમુખ.દા.ન.પા

  નગર પાલિકામાં પ્રવેશબંધી કરાવવાની અરજ કરાઇ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: