દાહોદ નજીક ખેતરમાંથી 9 ફૂટ લાંબો અજગર ઝડપાયો

ધોળિયા ડુંગરી ફળિયાથી અજગર પકડાયો

 • Dahod - દાહોદ નજીક ખેતરમાંથી 9 ફૂટ લાંબો અજગર ઝડપાયો

  દાહોદના નવગામ-બોરડીના ધોળિયા ડુંગરી ફળિયાથી વિશાળકાય આશરે 9 ફૂટ લાંબો અજગર પકડાયો હતો. તસવીર-સંતોષ જૈન

  ઇન્ડિયન રોક પાયથોનની ઓળખનો અજગર

  ભાસ્કર ન્યુઝ | દાહોદ

  દાહોદના નવાગામ-બોરડીના ધોળિયા ડુંગરી ફળિયાના એક ખેતરમાંથી બુધવારે રાતના સમયે એક અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ રાકેશ પાંડરીયા ઉપર મોડી સાંજે નવાગામ બોરડીના ધોળિયા ડુંગરી મુકામે કોઈ વિશાળકાય સાપ જેવું જોવાય છે તેવો ફોન આવતા તેઓ સત્વરે દાહોદથી 10 કિમી દુર આવેલ ગામે પહોંચી ગયા હતા.

  આ સ્થળે આખું ફળિયું ભેગું થઇ ગયેલું ત્યાં ખુલ્લા ખેતરમાંથી રાકેશ પાંડરીયા તથા જીતેન્દ્ર ભુરીયાએ આશરે 9 ફૂટ લંબાઈ અને 11 કિલો વજન ધરાવતો અજગર પકડ્યો હતો. ખૂબ ઓછી માત્રામાં જોવા મળતા ઇન્ડિયન રોક પાયથોન તરીકે ઓળખાતો આ અજગર પકડ્યા બાદ નિયમાનુસાર તેઓએ દાહોદ વન વિભાગમાં પંચકેસ કરાવ્યો હતો. અને બાદમાં તેને ‘પ્રકૃતિ ભવન’ ખાતે લાવ્યા બાદ તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદની આસપાસના વિસ્તારોમાંથી ગત દાયકામાં જ આશરે 50 જેટલા અજગર પકડીને બચાવી લેવામાં આવ્યા છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: