દાહોદ નગર પાલિકા દ્વારા રોડ વેક્યુમ સ્વીપર મશીન થી રસ્તાઓની સફાઈ શરૂ : એક કદમ આગે

 
 
દાહોદ સ્માર્ટ સિટીમાં અંગે કુચ કરી રહ્યું છે ત્યારે એક પછી એક લોકાર્પણનો દોર ચાલ્યો છે. પહેલા કેશવ માધવ રંગમંચ, રાત્રી બઝારમાં વાઇફાઇ ઝોન , મહિલા જિમ અને ઓડિટોરિયમ પછી હવે દાહોદ નગર પાલિકાએ નગરને આરોગ્ય ક્ષેત્રે સફળ બનાવવા માટે તત્પર છે. જેના ભાગ રૂપે આજે દાહોદ નગર પાલિકા ચોક ખાતે સાંજે 05.00 કલાકે દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, કારોબારી ચેરપરસન ભાવનાબેન વ્યાસ, વોટર સપ્લાયના ચેરમેન લખન રાજગોર, ચીફ ઓફિસર પી.જે. રાયચંદની તથા નગર પાલિકાના સ્ટાફના માણસો તથા અન્ય કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં આજે પાલિકા પ્રમુખ તથા ઉપ્રમુખએ રોડ વેક્યુમ સ્વીપર મશીનનું ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ મોડી રાત્રે જ દાહોદના માર્ગો ઉપર આ સ્વીપર મશીનથી સફાઈ શરૂ કરી હતી. અને સ્ટેશન રોડ ઉપર આ મશીનથી સફાઈ થતી જોઈ લોકોમાં કુતુહલ જાગ્યું હતું. આમ દાહોદ નગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી દાહોદ માટે અંગે કુચ કરતા “એક કદમ આગે” વધાર્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: