દાહોદ તાલુકા કૉંગ્રેસ સમિતિએ કિરીટ પટેલની આગેવાનીમાં આવેદન આપ્યું

દાહોદ તાલુકા કૉંગ્રેસ એ આપ્યું આવેદન.
દાહોદ જિલ્લા કૉંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની જેમ દાહોદમાં પણ દરેક તાલુકા મથક ઉપર આવેદન આપવામાં આવ્યા હતા.

દેશમાં Covid-19 ના કારણે માર્ચ મહિનાથી અત્યાર સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પ્રદેશની ભાજપ સરકારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પડખે આવું જોઈએ અને તેમના આ ત્રણ મહિનાના વીજળી બિલ, વેરા, ટેક્સ, નાના દુકાનદારોના દુકાન વેરા, પાણી વેરા, મિલકત વેરા અને કિસાનોની ધિરાણની લોનના વ્યાજ અને હપ્તા ભરી શકાય તેમ નથી. જેથી તેની મુદ્દતો વધારવામાં આવે તેમજ બંને વર્ગોના લોકોની લોનના વ્યાજ આ ત્રણ મહિના માટે માફ કરવા જોઈએ તેમજ શિક્ષણની પ્રથમ સત્રની ફી માફ કરવી જોઈએ. અને સરકારે એમાં સહાય કરવી જોઈએ તેવી લાગણી સાથે  દાહોદ તાલુકા કૉંગ્રેસ સમીતિ દ્વારા દાહોદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલની આગેવાનીમાં સોસીયલ ડિસ્ટનસિંગ જાળવીને મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવા અંગે દાહોદ મામલતદારને આવેદન આપ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: