દાહોદ ટાઢુંબોળ: સીઝનમાં પ્રથમ વાર 13 ડિગ્રી, ઠંડીમાં લોકો ઠૂંઠવાયાં, ઠંડી વધવાની સાથે લોકોમાં કસરતનો ક્રેઝ પણ વધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ખુલ્લા મેદાનોમાં અને બાગબગીચાઓમાં દંડ બેઠક, દોડ, ઝડપી ચાલ સહિતની કસરતો અને યોગ કરતા નજરે પડી રહ્યા છે.

  • વહેલી સવારે તાપમાનમાં ઘટાડો થતાં દિવસભર ઠંડીનો ચમકારો, લોકો તાપણાંને સહારે

દાહોદ ખાતે છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનનો પારો ગગડતાં સમગ્ર પંથકમાં રાતથી લઇ સવાર સુધી રીતસર ઠંડી લહેરો અનુભવાય છે. દિનભર ઠંડીનો ચમકારો રહેતાં લોકો ઠૂંઠવાયા હતા.ઉત્તરીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે તેની અસર ઉત્તરીય વિસ્તારોના અક્ષાંશ- રેખાંશની સામ્યતા ધરાવતા દાહોદ ખાતે નોંધનીય પ્રમાણમાં વર્તાતાં નગરજનો ખાસ કરીને મોડી રાતથી સવાર સુધી ઠૂંઠવાતા રહે છે. મોડી રાતે નીકળતા નિશાચર લોકોની ચહલપહલ ઓછી થવાની સાથે જ વહેલી સવારે કસરતપ્રિય લોકોની સંખ્યામાં ખાસ્સે અંશે વૃદ્ધિ થવા પામી છે.

લોકો તાપણાંને સહાર

લોકો તાપણાંને સહાર

લોકો ઘરમાં તાપણી કરે છે

લોકો ઘરમાં તાપણી કરે છે

કસરતબાજો વહેલી સવારે સ્વાસ્થ્યની ચિંતા કરીને શહેરના ખુલ્લા મેદાનોમાં અને બાગબગીચાઓમાં દંડ બેઠક, દોડ, ઝડપી ચાલ સહિતની કસરતો અને યોગ કરતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ દાહોદનું વાતાવરણ ટાઢુંબોળ થઇ જતાં શહેરમાં ગરમ વસ્ત્રોના વેપારમાં ગરમી આવી છે. દાહોદમાં શુક્રવારે મોડી રાતના સમયે તાપમાનનો પારો ગગડતાં સામાન્ય જનજીવન ત્રસ્ત બનવા પામ્યું હતું. તો શનિવારે વહેલી સવારે તાપમાનનો પારો આ સિઝનમાં પ્રથમ જ વખત 13 સે.ગ્રે. ડિગ્રી થઇ જતાં લોકો ધ્રુજી ઉઠ્યાં હતા. હવામાનશાસ્રીઓએ આગામી 4- 5 દિવસોમાં તાપમાનનો પારો હજુ ગગડીને 10 સે.ગ્રે. કે તેનાથી પણ ઓછો થઈ જાય તેવી સંભાવના દર્શાવી છે‌.


Related News

Comments are Closed

%d bloggers like this: