દાહોદ ટાઉન પોલીસ અને ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ મળીને 10 ગૌવંશને કતલખાને લઈ જતા બચાવાઈ

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS
ગતરોજ તા.૦૪/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ ગૌરક્ષક દળના કાર્યકર્તાઓને એવી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ બાજુથી એક ટાટા જેનોન ગાડી નંબર GJ-18 AV-5838 માં ગાયો ભરીને દાહોદ કસબામાં કતલ માટે લઈ જવામાં આવનાર છે આ બાબતની જાણ થતાં જ ગૌરક્ષકોએ દાહોદ ટાઉન પી.આઇ. વસંત પટેલનો સંપર્ક કર્યો અને ગૌરક્ષક કાર્યકર્તાઓ અને દાહોદ ટાઉન પોલીસ ગૌવંશ ભરીને આવવાવાળી ગાડીની વોચમાં બેઠા હતા. થોડીક વારમાં એક ગાડી આવતી દેખાઈ ત્યારે તે ગાડીનો પીછો કર્યો અને આ ગાડીને કસાઈઓ દાહોદ કસબા વિસ્તારના માળીના ટેકરા પર તે ગાડીને ઉભી રાખી ફરાર થઈ ગયા હતા. આ ગાડીની તલાશી લેતા તેના અંદર ૧૦ ગાયો ક્રૂરતાપૂર્વક ઘાસચારા પાણી વગર ગાયોને દાહોદ કતલખાને લઈ જવાઈ રહી હતી.
બધી ગૌવંશને બચાવી લઈ આ ગૌવંશને દાહોદની અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવ્યા. આમ દાહોદ ટાઉન પોલીસના સિંઘમ ઓફિસર ટાઉન પી.આઇ. વસંત પટેલ અને દાહોદ ટાઉન પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગૌરક્ષક કાર્યકર્તાઓને ગૌવંશ બચાવવામાં સાથ આપી એક ઉમદા કાર્ય કરેલ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: