દાહોદ ટાઉન પોલીસે માત્ર ગણતરીના કલ્લાકોમાં મોબાઈલ ઉકેલી બે ઈસમોને જેલ ભેગા કર્યા

KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ શહેરના મુખ્ય મથક દાહોદના ગોદીરોડ વિસ્તારમાં તા.25/8/2016 ના રોજ વિરાજ વર્લ્ડવાઈડ નામની કુરીયરની ઓફિસમાંથી દાહોદ શહેરમાં અલગ અલગ જગ્યાએ પાર્સલો આપવા માટે રીક્ષા મારફતે ફરતા હતા તેવા સમયે એક પાર્સલ રિક્ષામાંથી ચોરાઈ ગયાની તા.07/09/2016ના રોજ વિશાલ હરેન્દ્રકુમાર સોલંકીનાઓએ ફરિયાદ આપી હતી. જે આધારે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ ગુના રજીસ્ટર-111/16 ઈ.પી.કો. કલમ – 379 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ સર્વેલન્સ સ્કોર્ડ (ડીસ્ટાફ) ASI મોહનભાઇ હિરસીંગભાઇ ને સોંપતા P.I.શ્રી M.G.DAMOR સાહેબની સૂચના આધારે રીક્ષા ચાલક રજાકભાઈ ફકરુભાઈ શેખ રહે. ગોદી રોડ દાહોદનાની ઘનિષ્ટ પુછપરછ કરતા રીક્ષા ચાલકે જણાવેલ કે તેઓએ તારીખ 25/08/2016ના રોજ તેના માસીના છોકરા સદ્દામહુસૈન શબ્બીરઆઈ શેખ રહે. ગોદી રોડ નાને બોલાવી અને કહેલ કે મારી રીક્ષામાંથી એક પાર્સલ આપી દીધેલનું જણાવતા આજ રોજ સદર સદ્દામહુસૈનના ઘરે ઝડપી તપાસ કરતા કુલ 10 VIVO કંપનીના મોબાઈલો મળી આવેલ જેની કિંમત રૂપિયા 84,900નો મુદ્દામાલ (મોબાઈલો) રિકવર કરી દાહોદ ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: