દાહોદ જિલ્લો નવા 33 કેસ સાથે 500ને પાર, 302 કેસ હાલમાં પણ એક્ટિવ
- કોરોનાના કેસમાં દાહોદ જિલ્લાે પંચમહાલ, મહિસાગરથી આગળ નીકળ્યો
- શહેરના 26, ઝાલોદ 3 , ડુંગરી 1,પેથાપુર 1, મંડોરના 2 કેસ , 445 રિપોર્ટ પેન્ડિંગ , કુલ કેસ 529, કોરોનાથી 4ના મોત, પોઝિટિવ હતા પણ મૃત્યુ પામેલાનો આંકડો 30
દિવ્ય ભાસ્કર
Jul 30, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ શહેરના 26 કેસ સાથે કોરોનાના વધુ નવા 33 પોઝિટિવ કેસો બુધવારે જાહેર થતાં જ શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 529 દર્દીઓ પૈકી ફક્ત દાહોદ શહેરના જ 397 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા દાહોદ શહેરમાં લોકો ભયથી કાંપી ઉઠ્યા છે. જે પૈકી હાલમાં કુલ 302 કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે.
કોરોનાના કારણે 34 લોકો અવસાન પામ્યા છે
કોરોનાના કેસમાં દાહોદ જિલ્લો પંચમહાલ અને મહિસાગર જિલ્લા કરતાં પણ આગળ નીકળતા ચિંતા વધી છે.દાહોદથી ચકાસણી અર્થે મોકલેલા 222 સેમ્પલો પૈકી 189 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે ગિરીશભાઈ શાહ, રાયમલભાઈ સોગલ, હેમલરાજ બારભાયા, હાતિમ નલાવાલા, આરસી કોઠારી, ફાતેમાબેન વાઘ, સિરાજ કાપડીયા, આમીરભાઈ નલાવાલા, કલ્પેશ પવાર, મંથન પંચોલી, અનીલ ડામોર, ભાવસીંગ ભુરીયા, અશ્વિનકુમાર શાહ, રમણલાલ પંચાલ, હસુમતિબેન ચૌહાણ, બાબુલાલ યાદવ, લક્કી ભણશાળી, ઈસ્માઈલભાઈ હાસન, સકીનાબેન ખોખરાવાલા, હન્નાન કાપડીયા, દુરૈયા કાપડીયા, હાતિમ કાપડીયા, સંધ્યાબેન સરૈયા, જેનબબેન જાવરાવાલા, યાશ્મિનબેન જાંબુઘોડાવાલા, કિનાનાહ જાંબુઘોડાવાલા, જૈનબ જાંબુઘોડાવાલા, રાઘવ નગરાળાવાળા, સરલાબેન શાહ, મનોરમાબેન શાહ, અર્પિત શાહ, અરવિંદ ભુરીયા અને ક્રિષ્નાબેન પ્રજાપતિ સાથે કુલ મળીને જેમાં દાહોદ પાલિકાના ફુડ સેફટી અધિકારી પિંકલ ગરાલા માત્ર બે વર્ષીય પુત્ર રાધવ સહિત 33 પોઝીટીવ કેસો નોંધાયા હતા. તો આ સાથે 9 દર્દીઓ કોરોનામુક્ત થઈ જવા પામ્યા છે. તો 445 રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જ્યારે કોરોનાના કારણે 34 લોકો અવસાન પામ્યા છે.
નવ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જયેન્દ્રભાઈ નાયક, સુનિલભાઈ છાજડ, ગિરીશ લખારા, લિપી બારીયા, લલિત મનવાણી, સાદિક લીમખેડાવાલા, મોહનભાઇ ઝરણવાલા, આશુદીપ તોમાર, વાસુદેવ બુદવાણી નામે 9 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ આપ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed