દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે યુનિટી રન યોજાશે

દાહોદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

23 ઓક્ટોબર 1959ના રોજ તિબ્બત બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ જવાનો પણ શહીદ થયાં હતા. એ ઘટનાની યાદમાં દરવર્ષે પોલીસ સ્મૃતિ દિવસ- Police Commemoration Day ઉજવવામાં આવે છે. દાહોદમાં આ નિમિતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડકવાર્ટર ખાતે આગામી તા.૨૫ ઓક્ટોબરના રોજ સવારે 8 કલાકે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુનિટી રન પોલીસ હેડકવાર્ટર ખાતેથી શરૂ થઇને તાલુકા સર્કલ, માણેક ચોક, ભગીની સમાજ, ભરપોડા સર્કલ થઇને પોલીસ હેડક્વાર્ટર પરત ફરશે. પોલિસ સ્મૃતિ દિવસ નિમિતે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: