દાહોદ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તથા સિવિલ હોસ્પિટલ અને તારા ફાઉન્ડેશન દ્વારા નવજાત શિશુ બહેરાસ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું

HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય શહેર દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે દાહોદ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તથા સિવિલ  હોસ્પિટલ અને તારા ફોઉન્ડેશન ધારા નવજાત શિશુ બહેરાસ નિદાન અને સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બહેરાસ નિદાન અને સારવાર કેમ્પ માં 300 ની ઉપર બાળકોનું નિદાન કરી અને તેમનું સારવાર કરવામાં  આવશે અને તે તમામ સારવાર અને ઇન્સ્ટ્રુમેન્ટ પ્લાન્ટેશન નો ખર્ચ તારા ફાઉન્ડેશન ઉપાડવાની છે. આ કાર્ય ક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય પર્વતભાઈ ડામોરે આયોજન માટે ખુબ મહેનત કરી અને શિસ્તબદ્ધ આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ , દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ રમીલા ભૂરિયા, પર્વત ડામોર, જિલ્લા કલેક્ટર એલ.પી. પાડલીયા, જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયાત્રા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.જે. પંડ્યા દાહોદ સિવિલ સર્જનરમાનભાઈ પટેલ , દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: