દાહોદ જિલ્લામાં 769 સેમ્પલો પૈકી 21 નવા કોરોના પોઝિટિવ કેસ

  • સંજેલીના સરપંચ પણ પોઝિટિવ આવ્યા, દાહોદની 7 વ્યક્તિ નોંધાઇ, વધુ 1નું મોત

દિવ્ય ભાસ્કર

Aug 08, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમ તા.7ને શુક્રવારે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટમાં કુલ મળીને 21 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.દાહોદ જિલ્લામાંથી મોકલાયેલા 769 સેમ્પલો પૈકી કુલ 21 લોકો પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 1 દર્દીના મૃત્યુ સાથે આજ સુધી કુલ 46 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે
શુવારે સાંજે જાહેર થયા મુજબ જમનાદાસ ભાશાણી, ઓનઅલી દારૂવાલા, કલ્પેશ રાઠોડ, ગીતાબેન ધાનકા, મન્નાનભાઈ પેથાપુરવાલા, રીટાબેન ભાશાણી, સુરેશભાઈ સોલંકી, નારાયણદાસ નીનવાણી, સુરેશભાઈ માલીવાડ, કમલેશભાઈ પંચાલ, ભાવનાબેન પંચાલ, કિશોરભાઈ ગારી નામે વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા તો રેપીડ ટેસ્ટમાં ચેતનાબેન પ્રજાપતિ, ઉર્વશીબેન સોલંકી, ધર્મેશભાઈ સોલંકી, શંકરલાલ સોલંકી, ખદીજાબેન નલાવાલા, છગનભાઇ પ્રજાપતિ, નિખિલ ચૌહાણ, મણિલાલ પ્રજાપતિ અને સંજેલીના સરપંચ કિરણભાઈ રાવત નામે 9 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ 9 વ્યક્તિઓ પૈકી 6 લોકો ગરબાડા પંથકના આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. તો રેગ્યુલર ટેસ્ટ પોઝિટિવ આવેલ 12 વ્યક્તિઓ પૈકી 6 વ્યક્તિઓ સાથે રેગ્યુલર ટેસ્ટના 1 મળી કુલ 7 વ્યક્તિઓ દાહોદ શહેરના નોંધાયા હતા. સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દાહોદમાં તા.7.8.’20 સુધીમાં કુલ 705 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 1 દર્દીના મૃત્યુ સાથે આજ સુધી કુલ 46 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.


Related News

Comments are Closed

%d bloggers like this: