દાહોદ જિલ્લામાં 16 પુરુષ, 12 મહિલા, 2 બાળક સહિત 30 કેસ

  • 17થી 50ની વયના 13, 50થી 80 વયના 15, 1થી 10 વર્ષના 2નો સમાવેશ
  • કોરોના પોઝિટિવ 24 લોકો દાહોદના પ્રૌઢ અને વૃદ્ધ સૌથી વધુ સંક્રમિત
  • દાહોદ-24, લીમડી-1, ચેડિયા-1, રતલામ-1 ફતેપુરા-1, ઝાલોદ-1, છાપરી-1

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેરમાં તા.26 જુલાઇએ પણ કોરોનાનો જામે બ્લાસ્ટ થયો હતો. છેલ્લા કેટલાંક દિવસોથી પોઝિટિવ કેસના આંકડાની ડબલ ડિઝીટની પરંપરા મુજબ 30 લોકો સંક્રમણનો ભોગ બન્યાનું સામે આવ્યું હતું. સંક્રમિત લોકોમાં દાહોદ શહેરના જ 24નો સમાવેશ થતાં પ્રજામાં કોરોના પ્રત્યેનો ભય અકબંધ જોવા મળ્યો હતો. સંક્રમિતોમાં 15 પુરુષ, 13 મહિલા સાથે બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોમાં 17થી 50 વર્ષની વય ધરાવતા 13 જ્યારે 50થી 80 વર્ષની વય ધરાવતા 15 અને 1થી 10 વર્ષની ઉમર વાળા બે લોકો સામે આવ્યા છે.

27 લોકોના મોત તંત્રના ચોપડે ચઢ્યા
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 427 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 163 સાજા થયા છે જ્યારે 255 લોકો હાલ પણ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોના અને અન્ય બીમારીથી મોતને ભેંટ્યા હોય તેવા 27 લોકોના મોત તંત્રના ચોપડે ચઢ્યા છે. રવિવારે પોઝિટિવ આવેલા લોકોમાં દાહોદ શહેરના પુજાબેન કૃનાલભાઇ દોસી, સંજીવભાઇ ઇન્દ્રવદનભાઇ દોસી, નિકુંજકુમાર રમનલાલ દેવડા, બતુલ અસગરી કથીરીયા, સુધાબેન સુર્યકાંતભાઇ દોસી, ભવ્યા રાહુલભાઇ દોસી, રથ રાહુલભાઇ દોસી, નેહાબેન રાહુલભાઇ દોસી, કયમ ફખરુદ્દીન ચુનાવાલા, જયેશકુમાર બીપીનચન્દ્ર દેસાઇ, રેશ્માબેન જયેશકુમાર દેસાઇ, સહેજાદઅલી રહેમતઅલી સૈયદ, સાબીર સૈફુદ્દીન સકીર, સર્વેશ રમેશચંદ્ર સોની, વિજયભાઇ શંભુભાઇ દેવડા, સુચિત્રાબેન વિનોદચંદ્ર ચૌહાણ, ભાનુબેન અજુભાઇ દાહોદવાલા, બાનુબેન હુસેનભાઇ દાહોદવાલા, મહંમદ રોશનબેન ગાંગરડીવાલા, અબ્બાસભાઇ હાતીમભાઇ ભાટીયા, કૈલાધબેન સંજયભાઇ બારીયા, સુનિતાબેન સુનિલકમાર દોસી, વિરેન્દ્ર કંચનલાલ દોસી, ચેડિયાના રમેશ રૂપસીંગ તડવી તેમજ કારઠના મોરલીબેન ધાર્મિકભાઇ પટેલ,રતલામના રીજવાન અસરફભાઇ ભાટી, ઝાલોદના જીતેન્દ્ર છત્તુ ભુરિયા, ફતેપુરાના પંકજભાઇ નટવરભાઇ પંચાલ, છાપરીના અનિશ યુસુફભાઇ ઝાલોદવાલા અને કાળીમહુડીના રેખાબેન કાન્તાભાઇ નિનામાનો સમાવેશ થતો હતો


Related News

Comments are Closed

%d bloggers like this: