દાહોદ જિલ્લામાં 14 નવા કોરોના સંક્રમિત નોંધાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના 6 અને ફતેપુરાના 4 દર્દીઓ

દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 299 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 7 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તો 1574 રેપીડ સેમ્પલો પૈકી પણ 7 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તારીખ 22.8.20 ને શનિવારના રોજ રેગ્યુલર ટેસ્ટમાં નિકુંજભાઈ કડિયા, રાકેશભાઈ બારીયા, પ્રેમીલાબેન કડિયા, વિનોદભાઈ ભાભોર, લાલસીંગભાઈ પારગી, હાર્દિકભાઈ લુહાર અને સતિષભાઈ અગ્રવાલ પોઝિટિવ આવ્યા હતા તો રેપીડ ટેસ્ટમાં મહેશભાઈ પ્રજાપતિ, વર્ષાબેન પ્રજાપતિ, માવાભાઈ નાયક, યશ પટેલ, હીનાબેન યાદવ, મુન્નીબેન માવી અને અર્જુનભાઈ શર્મા પોઝિટિવ જાહેર થયા હતા. શનિવારે જાહેર થયેલ 14 વ્યક્તિ પૈકી દાહોદના 6, ફતેપુરાના 4 લીમખેડાના 2 અને બારીયા અને ધાનપુરના 1-1 પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 1029 થયો છે. તો શનિવારે 21 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કર્યા છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: