દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી આનંદ છવાયો, ઉજવણીઓ રદબાતલ કરવામાં આવી

  • ધાનપુરમાં 74, ગરબાડામાં 65, બારિયામાં 36, ફતેપુરામાં 34 મિમી વરસાદ

દિવ્ય ભાસ્કર

Aug 14, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લામાં બુધવારે જન્માષ્ટમીના પર્વે સવારથી મોડી રાત સુધી વરસાદના ઝાપટા વરસતા દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઠંડક વ્યાપી છે. સતત પાંચ દિવસથી દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઓછેવત્તે અંશે વરસાદની મહેર થતા સહુ લોકો ખુશ થઈ જવા પામ્યા છે. જન્માષ્ટમીના પર્વે આને કારણે યોજાતા મેળા, મટકીફોડ કે વિશેષ દર્શન સહિતની જે તે ઉજવણીઓ રદબાતલ કરવામાં આવી હતી.

ઝરમર વરસાદના કારણે દાહોદના વિવિધ વિસ્તોરોમાં કિચડ થઈ જવા પામ્યો હતો અને ગટરોમાં પાણીના વહેણના લીધે તેમાં વહી આવેલી ગંદકીના ઢગ પણ સર્જાયા હતા. શહેરના મોટાભાગના માર્ગો કીચડમય થઈ જતા લોકોના આવાગમન ઉપર પણ નોંધપાત્ર અસર થવા પામી હતી. તો જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે તા.13.8.’20 ના રોજ પણ દિવસભર દાહોદ શહેર અને જિલ્લાના વિવિધ ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો.

જન્માષ્ટમીએ જિલ્લામાં અઢળક વરસાદ
તા.12ની સવારે 6થી 13ની સવારે 6 સુધીના 24 કલાકમાં ગરબાડામાં 65, મીમી, ઝાલોદમાં 10 મીમી, દેવગઢ બારિયામાં 36 મીમી, દાહોદમાં 12 મી મી, ધાનપુરમાં 74 મીમી, ફતેપુરામાં 19 મીમી, લીમખેડામાં 6 મીમી, સંજેલીમાં 34 મીમી અને સીંગવડમાં 3 મીમી વરસાદ નોધાયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: