દાહોદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાં

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોમવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
  • ધાનપુર 50, ગરબાડા 18, બારિયા 16 મિમી વરસાદ નોંધાયો

દાહોદ જિલ્લામાં મંગળવારે વાદળછાયા વાતારવણ વચ્ચે કેટલાંક તાલુકામાં સામાન્ય ઝાપટા નોંધાયા હતાં. સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તા.18.8.’20 ને મંગળવારની સવારે 6 સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડામાં 18 મીમી, દેવગઢ બારિયામાં 16, દાહોદમાં 13, ધાનપુરમાં 50, ફતેપુરામાં 11, લીમખેડામાં 5, સંજેલીમાં 6 અને સીંગવડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લાનો એકમાત્ર ઝાલોદ તાલુકો જ વરસાદથી બાકાત રાહેવા પામ્યો હતો.

આ વરસાદ થકી જિલ્લાના બહુધા જળાશયો પણ તેની પૂર્ણ સપાટીની લગોલગ આવી ચુક્યા છે.જિલ્લાનો ઉમરિયા ડેમ છલકાઈ ચુક્યો છે તો બાકીના પાટાડુંગરી, કાળી-2, માછણ નાળા, અદલવાડા, વાક્લેશ્વર, કબુતરી અને હડફ વગેરે જળાશયોની પૂર્ણ સપાટી થવાને હવે માંડ 1 થી લઈ 4 મીટર પાણી જ ઘટે છે. અલબત્ત, મંગળવારે સવારથી જ દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદે વિરામ ફરમાવતા ક્યાંકક્યાંક છુટાછવાયા છાંટા સિવાય જિલ્લામાં સ્વચ્છ વાતાવરણ રહેવા પામ્યું હતું.

0


Related News

Comments are Closed

%d bloggers like this: