દાહોદ જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી સહિત 38 પોઝિટિવ

  • સક્રમિતોમાં બે તબીબનો સમાવેશ, 4 દિવસમાં જ 138 કેસ નોંધાયા, કુલ 492

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. મંગળવારે પણ એકસાથે 38 નવા કેસ સાથે છેલ્લા ચાર જ દિવસમાં કુલ મળીને 138 કેસ નોંધાયા. દાહોદમાં ચોથા દિવસે પણ 25થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભયનું લખલખું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે તા.21ના રોજ દાહોદમાં 39 કેસ નોંધાયા હતા. જયારે કે તા.28ને મંગળવારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સહિત 38 કેસ આવતા મંગળવાર ફરી એકવાર અમંગળ નીવડ્યો હતો.

દાહોદમાં તા.28 જુલાઈના રોજ કેદારભાઈ નગદી, ર્ડા. રમેશભાઈ પહાડીયા, હંસાબેન લાલપુરવાલા, રીમ્પલાબેન લાલપુરવાલા, ઈશ્વરભાઈ દયાલાની, મહેશભાઈ કેવલાણી, જયંતિલાલ લાલપુરવાલા, અર્પિત પ્રજાપતિ, સારાબેન ભાભરાવાલા, કિરણબેન પ્રિતમાણી, તસ્નીમબેન રાયલીવાલા, ઉમુલ્લાબાની ભાભરાવાલા, મેહુલભાઈ મિશ્રા, કનાભાઈ મોરી, મનોજબેન દોશી, રશીદાબેન લીમખેડાવાલા, પ્રવિણભાઈ શાહ, રશેષ શાહ, પિનાલી શાહ, ચિંતન ડાભી, લીનાબેન ડાભી, નીલેશભાઈ મહેતા, અક્ષયભાઈ માવી, આશિષકુમાર ડાભી, ર્ડા.રમેશચંદ્ર શેઠ, ઈન્દ્રવદનભાઈ શાહ, બાબુભાઈ બારીયા, શકરીબેન બારિયા, મીનાબેન બારીયા, જીતેન્દ્રકુમાર બારીયા, કમલેશભાઈ બારીયા, કનુભાઈ કટારા, આયુષી ગરાસીયા, નાનુભાઈ ગરાસીયા, પિન્ટુભાઈ પ્રજાપતિ, ડો. ચિરાગ લબાના, ભુલીબેન લબાના અને શ્લોકકુમાર લખારા પોઝિટિવ જાહેર થયા હતા.

દાહોદ શહેરના જ 371 દર્દીઓ નોંધાયા
કુલ 38 લોકો કોરોના પોઝિટિવ નોંધાયાની જાહેરાત થયાં બાદ ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં આજના કેસો પૈકી 25 દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 492 પર પહોંચવા પામ્યો છે, જે પૈકી ફક્ત દાહોદ શહેરના જ 371 દર્દીઓ નોંધાયા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: