દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિ પખવાડિયાનો મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સાથે પ્રારંભ અને તે સંદર્ભે યોજાયેલ રેલીનું પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જોયશર

 
 
 
 
રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તા.૦૧/૦૮/૨૦૧૮ થી તા.૧૪/૦૮/૨૦૧૮ સુધી કુલ ૧૪ દિવસ વિવિધ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. તદ્નુસાર દાહોદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલિસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સાથે કરવામાં આવ્યો હતો.
મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સંદર્ભે દાહોદ તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી યોજાયેલ રેલીનું પ્રસ્થાન નવા આવેલા જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જોયશર, તત્કાલિન નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુક્તાબેન મોદી, મહિલા PSI કોમલ વ્યાસ, લીમખેડા મહિલા PSI ડો. કાનન દેસાઇ, રીઝર્વ સબ ઇન્સ્પેક્ટર આર.ડી.બામણીયા, દાહોદ શહેર P.I. કે.જી. પટેલે લીલી ઝંડી આપી કરાવ્યું હતું.
આ રેલી દાહોદ તાલુકા કુમાર શાળા થી માણેકચંદ ના કુવા થી નહેરુ બાગ થી સ્ટેશન રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ફરી વિશ્રામ ગૃહ વાળા રસ્તે પરત તાલુકા શાળાએ આવી પહોંચી હતી. આ રેલી દ્વારા મહિલા સશક્તિ કરણ માટે મહિલાઓ અને લોકોને જાગૃતતા સંદેશ પહોંચાડ્યો હતો.
જેમાં સુરક્ષા સેતુની ૧૦૦ મહિલા કડેટ, ૧૦૦ મહિલા પોલિસ કોન્સ્ટેબલ, ૧૦૦ મહિલા હોમગાર્ડ, મહિલા સ્વરક્ષણની તાલીમ લીધેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, રૂપાખેડાની ૧૦૦ બાલિકાઓ અને નવજીવન ગલ્સ હાઈસ્કૂલની ૫૦ વિધાર્થીનીઓ મળી કુલ ૪૫૦ મહિલાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્મમાં તાલુકા કુમાર શાળાના આચાર્ય સુરમલ ડામોર, મદદનીશ શિક્ષક હસમુખ પંચાલ, વ્યાયામ શિક્ષક શ્રીમતી અરૂણાબેન કામોળ સહિત શિક્ષિકા બહેનો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: