દાહોદ જિલ્લામાં મતદાર ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મતદાર નોંધણી સમીક્ષા બેઠક રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

EDITORIAL DESK – DAHOD
ઓબ્ઝર્વરશ્રીએ ઇ.પી.રેશીયો જાળવવા જરૂરી સૂચનો કર્યા
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૧૭ અન્વયે દાહોદ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર અને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર સચિવશ્રી વી.પી.પટેલના અધ્યક્ષસ્થાને મતદાર નોંધણી અંગેની સમિક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વર વી.પી.પટેલે જણાવ્યું હતું કે નોંધાયેલા અમુક ફોર્મમાં જેન્ડર રેશીયો ઓછો હોવાના અને જેન્ડર રેશીયો દૂર કરવાના ઉપાયો વ્યાજબી કારણ દર્શાવી ફોર્મમાં જરૂરી ઇ.પી રેશિયો જળવાય તે માટે ઇ.આર.ઓ. અને એ.ઇ.આર. ઓ અને બી.એલ.ઓ દ્રારા જરૂરી કાર્યક્રમો યોજી જેન્ડર રેશીયો વધારવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે.રંજીથકુમારે ઓબ્ઝર્વરશ્રી દ્રારા કરવામાં આવેલ સુચનોને જિલ્લામાં આવતી તમામ વિધાનસભા વિસ્તાર પમાણે નિમાયેલા ઇ.આર.ઓ, એ.ઇ.આર.ઓને તથા મતદાર નોંધણી અધિકારીઓને જરૂરી બેઠક બોલાવી માર્ગદર્શન આપવામાં આવશે તેમ જણાવ્યુ; હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિએ દાહોદ જિલ્લામાં ૨૦૧૭ થી પ્રોજેકટેડ કુલ વસ્તી ૨૩.૭૧.૧૦૧ છે. જેની સામે નોંધયેલ મતદારો ૧૨.૯૧.૭૫૪ છે. જેમાં જિલ્લાનો ઇ.પી. રેશિયો ૫૪.૪૮ અને જેન્ડર રેશીયો ૯૨૮ છે. જે અન્વયે જિલ્લામાં યોજાયેલ તા. ૯/૭/૨૦૧૭ અને ૧૬/૭/૨૦૧૭ ની ખાસ ઝુંબેશ દરમ્યાન કુલ ફોમ નંબર-૬ ૧૧૪૦૪. ફોમ નં-૭- ૨૩૧૬ તથા ફોમ નં-૮- ૮૨૦૨ અને ફોમ નં.-૮ ક- ૬૦૬ મળી કુલ ૨૨૫૨૮ ફોર્મ ભરાયેલા છે.એ વિધાનસભા વાઇજ પોલીંગ સ્ટેશન, કુલ બી.એલ ઓ અને કુલ સુપરવાઇઝરોની જરૂરી માહિતી આપી હતી. અને બાકી રહેતા ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ મુજબ તા. ૨૩/૭/૧૭ ના રોજ બાકી રહેતા મતદારોના જરૂરી ફોર્મ ભરી મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે અને જેન્ડર રેશીયો જળવાય તે જોવા જણાવ્યું હતુ;
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે.એસ.ગેલાત, મધ્યાહ્ન ભોજન નાયબ કલેક્ટરશ્રી એ.પી.વાઘેલા, તમામ પ્રાંત અધિકારી સર્વેશ્રી જે.કે.જાદવ, પી.કે.મોડિયા તથા મામલતદારશ્રીઓ તથા નોંધણી ચૂંટણી અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: