દાહોદ જિલ્લામાં મંગળવારે 17 પોઝિટિવ કેસ નોંધાયા

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1065 કેસ પૈકી સાજા થયેલા 805ને ડિસ્ચાર્જ કર્યા છે
  • રેગ્યુલરમાં 6 અને રેપિડમાં 11 પોઝિટિવ કેસ આવ્યા

દાહોદમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા મંગળવારે પણ 17 જ કેસ આવતા જિલ્લાવાસીઓમાં રાહત વ્યાપી છે. રેગ્યુલર ટેસ્ટના 109 સેમ્પલો પૈકી 6 અને રેપીડ ટેસ્ટના 1941 સેમ્પલો પૈકી પણ 11 કેસ મળીને કુલ 17 નવા કેસ નોંધાયા હતા. રેગ્યુલર ટેસ્ટમાં મોહંમદભાઈ કટલરીવાળા, કમલેશભાઈ શર્મા, માલતીબેન શર્મા, મેહુલભાઈ કિશોરી, રાકેશભાઈ સોની અને ગાયત્રીબેન યાદવ વગેરે 6 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા.

તો રેપીડ ટેસ્ટના 1941 સેમ્પલો પૈકી લીલાબેન કટારા, ઝૈનબ ઝુમ્મરવાલા, અંકિત લખારા, મિલન છાજેડ, કમલેશ પ્રજાપતિ, સુરેખાબેન ઉમેશભાઈ, રમેશભાઈ લબાના, અરુણાબેન બેરાવત, ભાર્ગવીબેન બેરાવત, કમળાબેન બેરાવત અને નિતેશકુમાર બેરાવત નામે 11 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. 2તા.5-8-’20 ને મંગળવારે જાહેર થયેલ 17 પોઝિટિવ વ્યક્તિઓ પૈકી 13 વ્યક્તિઓ દાહોદ તાલુકાના, ઝાલોદ તાલુકાના 3 અને ફતેપુરા તાલુકાના 1 દર્દી નોંધાયા હતા.મંગળવારની સૂચિ મુજબ કુલ 18 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તો વધુ એક વ્યક્તિના મૃત્યુ સાથે કુલ 58 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. તો મંગળવાર સુધીમાં દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત એક્ટિવ કેસોની સંખ્યા 202 નોંધાઈ છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: