દાહોદ જિલ્લામાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસનો કચ્ચરઘાણ: 9 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને દાહોદ પાલિકા પર કેસરિયાનો કબ્જો, કોંગ્રેસ વિપક્ષની ભુમિકા પણ ન ભજવી શકે તેવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • 2015ની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન થયું હતું
  • 2021માં 58.03 ટકા મતદાન થતાં 2 ટકા ઓછુ મતદાન થયું

દાહોદ જિલ્લાના ઇતિહાસમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસે ઇતિહાસમાં ન જોયુ હોય તેવુ પરિણામ આવ્યુ છે.કારણ કે ભાજપને પ્રચંડ જનસમર્થન મળતાં કોંગ્રેસ વિપક્ષની ભુમિકામાં પણ ન આવે તેવી સ્થિતિનું સર્જન થયુ છે.જિલ્લાની તમામ તાલુકા પંચાયતો,જિલ્લા પંચાયત અને દાહેદ નગર પાલિકામાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના સુપડાં સાફ થઇ જતાં કોંગ્રેસીઓને પરિણામ જોતાં મહિનાઓ સુધી કળ નહી વળે તેમ લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે તેમ વાગતુ હતુ.કારણ કે જિલ્લામાં કેટલોક વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલો હતો.જેથી મુખ્યત્વે જિલ્લા પંચાયતમાં ગત પાંચ વર્ષને જોતાં ભાજપા કોંગ્રેસની બેઠકોમાં પાતલુ અંતર આવશે તેવુ ગમિત મંડાતુ હતુ પરંતુ અકલ્પનીય પરિણામ જાહેર થયુ છે.ગત વખતે કોંગ્રેસની 26 બેઠકો હતી તેની સામે આ વખતે માત્ર 6 બેઠકોથી કોંગ્રેસે સંતોષ માનવો પડ્યો છે.આમ 20 બેઠકોનુ નુક્સાન થયુ છે જ્યારે ભાજપે 43 બેઠકો મેળવતાં ગત વખત કરતા 19 બેઠકો નો ફાયદો થયો છે.એક બેઠક અપક્ષને ફાળે પણ ગઇ છે ત્યારે હવે કોંગ્રેસીઓએ ક્યાં કાચુ કાપ્યુ તે તેમના મનોમંથનનો પ્રશ્ન છે.

દાહોદ જિલ્લામાં કોંગ્રેસ માટે હવે આગામી સમયમાં કપરાં ચઢાણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.કારણ કે દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 238 બેઠકોમાંથી ભાજપે 194 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે.આમ જિલ્લામાં 81 ટકા બેઠકો પર ભાજપાનો કબ્જો છે.જિલ્લા પંચાયતમાં પણ ભાજપે 43 બેઠકો સાથે ક્લીન સ્વીપ કરી દીધી છે ત્યારે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે લોઢાનાં ચણા ચાવવા જેવો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે.

જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે.તેમાંથી ત્રણ કોંગ્રેસ પાસે અને ત્રણ ભાજપ પાસે છે.જેમાં દાહોદ,ગરબાડા અને ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો વિજેતા થયા હતા જ્યારે લીમખેડા,દેવગઢ બારીયા અને ફતેપુરા બેઠક પર ભાજપાના ધારાસભ્યો ચુંટાયેલા છે.હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને જોતાં જે ત્રણ બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે તે તમામ વિસ્તારોમાં ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે.જેથી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવવા પ્રયત્ન કરશે તે નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: