દાહોદ જિલ્લામાં પોષણયુક્ત આહાર ન મળતાં 34,340 ગરીબ બાળકોને પાંડુરોગ

 • 34340 children in Dahod district have vitiligo

  પ્રતિકાત્મક તસવીર

  દાહોદ: દાહોદ જીલ્લામાં ગત 27 નવેમ્બરથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં 0થી 18 વર્ષના 881909 બાળકો પૈકી અત્યાર સુધી અઢી વર્ષના સમય ગાળામાં 672449 બાળકોની તપાસણી કરવામાં આવી છે ત્યારે તેમાં પોષણ યુક્ત આહારના અભાવને કારણે થતાં પાંડુરોગના સૌથી વધુ 34340 બાળકો સામે આવ્યા છે.

 • માતા અશક્ત હોવાથી બાળકો પણ કુપોષિત અવતરે છે

  1.આદિવાસી બાહુલ્ય ધરાવતાં અને પછાતની ગણનામાં આવતાં દાહોદ જીલ્લામાં ગરીબીને કારણે સંખ્યાબંધ પરિવારો પોષણ યુક્ત આહારની વ્યવસ્થા કરી શકતાં નથી. જીલ્લામાં સ્ત્રીઓમાં લોહીનુ પ્રમાણ ઓછુ હોવાથી એનિમિયાની બીમારી પણ વિશેષ જોવા મળે છે. માતા અશક્ત હોવાથી બાળકો પણ કુપોષિત અવતરે છે. બાળક જન્મ્યા પછી પણ આર્થિક સ્થિતિને કારણે બાળકને પોષિત કરવાનુ કઠિન હોય છે. જિલ્લામાં સરકાર વર્ષે 20 કરોડ રૂપિયાના ખર્ચે ન્યૂટ્રીશન અને પૌષ્ટિક ખોરાક સપ્લાય કરે છે. આંગણવાડીમાં તાજુ ભોજન આપવામાં આવે છે.

 • ગોળીની અનિયમિતતાથી સંખ્યા વધુ હોઇ શકે

  2.ખોરાકમાં લોહત્તવની ઉણપ હોય ત્યારે આ રોગ થાય છે. સરકારના મીશન શક્તિ પ્રોગ્રામ હેઠળ પાંડુરોગના બાળકોની સારવાર સાથે તેમને લોહતત્વની ગોળી આપવામાં આવે છે.બાળકો ગોળી નિયમીતપણે નહીં લેતા હોય કદાચ એટલે સંખ્યા વધુ જોવા મળી રહી છે.- એચ.એન ગોસાઇ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દાહોદ

 • 209460 વિદ્યાર્થીઓની તપાસણી હજી બાકી

  3.દાહોદ જિલ્લા વિકાસ અધિકારી આર.કે પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એન ગોસાઇની વિવિધ સુચના અને સીધા માર્ગદર્શનમાં શાળા તપાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. 209460 વિદ્યાર્થીઓની તપાસણી હજી બાકી હોવાથી તે કામગીરી 1 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી દેવાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

 • પાંડુરોગ શું છે

  4.પુરતો પુરક પોષણ વાળો ખોરાક નહીં મળવાને કારણે બાળકોમાં પાંડુરોગ થતો હોય છે. આ રોગથી લોહીમાં નુકશાન, લાલ રક્તકણોના ઉત્પાદનનો અભાવ, લાલ રક્તકણો ઊંચા દરે વિનાશ પામે છે. આ રોગના સૌથી સામાન્ય લક્ષણો થાક અથવા નબળાઈ છે. આ સિવાય રોગનો ભોગ બનાનારનેહાફ ચઢવો, ચક્કર આવવા , માથાનો દુઃખાવો , હાથ અને પગ ઠંડા થવા , ત્વચા નિસ્તેજ થવી , છાતીમાં બળતરા પણ થતી હોય છે.

 • 5.

  બાળકોની સંખ્યા રોગ
  7335 બાળકોને આંતરકૃમિ 
  9531 બાળકોને દાંતના રોગ
  21411 બાળકોને ચામડીના રોગ
  1475 બાળકોને દ્રષ્ટિખામી
  74 બાળકોને હૃદયરોગ
  10 બાળકોને કિડનીના રોગ
  4 બાળકોને કેન્સર

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: