દાહોદ જિલ્લામાં નવા 15 કોરોનાગ્રસ્ત નોંધાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15 પૈકી દાહોદ તાલુકાના 9 કેસ

મંગળવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 187 સેમ્પલો પૈકી શૈલેષ ગીરી, કિરણ ગીરી, મુનીરા મોગરાવાલા, ચંપાલાલ દરજી, આર્યમાન સંગાડા પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડના 2191 સેમ્પલો પૈકી કમળાબેન કર્ણાવત, પુષ્પાબેન કર્ણાવત, અશોકભાઈ કર્ણાવત, જિગીષાબેન બારીયા, ચંદન ચૌહાણ, પરી ચૌહાણ, રામસીંગ ચૌહાણ, નિલેશ ભોહા અને સંગીતા નીમચિયા પોઝિટિવ આવ્યા હતા. સપ્ટેમ્બરના પ્રથમ દિવસે દાહોદ ખાતે કોરોના નવા 15 કેસ પૈકી દાહોદના 9, ઝાલોદના 4, ગરબાડાના 1 અને ફતેપુરાના 1 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લામાં કુલ 1174 કેસ પોઝિટિવ નોંધાયા છે જે પૈકી મંગળવારે ડિસ્ચાર્જ થયેલા 22 દર્દીઓ સહિત કુલ મળીને 964 લોકોને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી મળી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: