દાહોદ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ચાર જણાંના મોત

  • તોયણીમાં મોપેડ-બાઇકની ટક્કર
  • બૈણામાં કાર ઝાડને અથડાઇ
  • કાળીગામમાં કૂતરું આવતાં બાઇક સ્લિપ થઇ જતાં 1નું મોત

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લામા માર્ગ અકસ્માતની ત્રણ ઘટનામાં ચાર લોકો મોતને ભેંટ્યા હતાં. આ બનાવોથી મૃતકોના પરિવારમાં શોક વ્યાપ્યો હતો. સીંગવડ તાલુકાના મછેલાઇ પસાયતા ફળિયાના અમૃતભાઈ ડામોર તેમજ અન્ય એક વ્યક્તિ બાઇર પર જતા હતાં, ત્યારે દેવગઢ બારિયાના તોયણી ગામે એક વગર નંબરની એક્ટિવાના ચાલકે ટક્કર મારતાં અમૃતભાઇની સાથેના વ્યક્તિનું મોત થયું હતું. બીજી ઘટનામાં દેવગઢ બારીયા તાલુકાના આંકલી ખેડા ફળિયાના રહેવાસી જુવાનસીંગ ખેમાભાઈ બારીયાની ટાટા સફારી ગાડીમાં તેમના જ ગામના દિવ્યકાંત દિલીપભાઈ ભુરીયા, તેમજ મહંત કનુભાઈ રાઠવાને બેસાડી જઇ રહ્યા હતાં. સાંજના અરસામાં બૈણા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતા દિવ્યકાંત ભુરીયા અને મહંત રાઠવાનું માથામાં ઇજાને કારણે મોત થયું હતું. જ્યારે ત્રીજા બનાવમાં ઝાલોદના કાપરી ફળીયાના મુકેશ હઠીલા બાઇક લઇ લીમડી નજીક કાળીગામથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક આગળ કુતરાઓ આવી જતા મુકેશભાઈ બાઇક સાથે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. વડોદરા ખસેડાતાં ત્યાં તેમનું મોત થયું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: