દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ વધવામાં વ્યક્તિગત નિષ્કાળજી કારણભૂત

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા ઝીણવટભર્યુ નિરીક્ષણ કરતાં વિવિધ બાબતો સામે આવી
  • જિલ્લામાં 280 કરતાં પણ વધારે કન્ટેઇન્મેન્ટ ઝોન

દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસના કેસો વધવાની બાબત ચિંતાજનક છે, સાથે તેની પાછળના કારણોમાં મહત્તમ કેસોમાં દર્દી સંક્રમિત થવા પાછળનું સૌથી મોટું કારણ વ્યક્તિગત નિષ્કાળજી સામે આવી છે. તંત્ર દ્વારા આ મામણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું કે, જિલ્લામાં છેલ્લા તબક્કામાં નોંધાયેલા કેસોને જોતા આરોગ્ય તંત્રને ધ્યાને એવી બાબત આવી છે કે, કેટલાક કિસ્સામાં એક જ પરિવારમાંથી એક કરતા વધારે કેસો નોંધાયા છે.

ઘર બહાર નીકળતી વ્યક્તિના કારણે ઘરમાં રહેતા વૃદ્ધ પણ સંક્રમિત થાય છે. મોટાભાગના અન્ય બિમારીથી પણ પીડાતા વૃદ્ધો માટે કોરોના વાઈરસ ઘાતક સાબિત થાય છે. દાહોદ શહેર અને જિલ્લામાં હાલની સ્થિતિએ 280 કરતા પણ વધારે કન્ટેઇન્મેન્ટ ઝોન છે. એક બાબત એવી પણ જિલ્લા વહીવટી તંત્રને ધ્યાને આવી છે કે, શંકાસ્પદ દર્દી કે ક્લોઝ કોન્ટેક્ટના આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપનારી વ્યક્તિએ આઇસોલેશનમાં રહેવાનું હોય છે.

આમ છતાં, તે વ્યક્તિ આઇસોલેશનના નિયમોનો ભંગ કરી ઘરની બહાર નીકળે છે. આથી, આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપનારી વ્યક્તિ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. રજાઓમાં બહારનો પ્રવાસ પણ કેસો વધવાનું કારણ છે. વાણિજ્યક પ્રવૃત્તિ કરનારા જેમાં મુખ્યત્વે કરિયાણા, દૂધ કે શાકભાજીના વેપારીઓ હજું ચુસ્તપણે એસએમએસના નિયમોનું પાલન ન કરતા હોવાનું પણ માલૂમ પડે છે. કોરોનાના લક્ષણ ના દેખાતા હોય એવા દર્દીને કોવિડ કેસ સેન્ટરમાં 10 દિવસની સારવાર-બાદ રજા અપાય અને તે બાદ તેને 17 દિવસ આઇસોલેશનમાં રહેવાનું હોવા છતાં ઘરની બહાર નીકળીને તે જોખમ ઉભું કરે છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: