દાહોદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વધુ 19 કેસ નોંધાયા, છેલ્લા સપ્તાહના પ્રથમ 4 દિવસમાં 63 કેસ નોંધાયા

દાહોદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તાલુકાના 10, ઝાલોદના 5, ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા

દાહોદ જિલ્લામાં ગુરુવારે દાહોદ તાલુકાના 10 સહિત જિલ્લાના કુલ મળીને કોરોના 19 નવા કેસો નોંધાયા હતા. તા.27ના રોજ જાહેર થયેલ સુચિ મુજબ રેગ્યુલર ટેસ્ટના 222 સેમ્પલો પૈકી 7 અને રેપીડ ટેસ્ટના 2386 સેમ્પલો પૈકી 12 કેસ પોઝિટિવ જાહેર થયા હતા. ગુરુવારે રેગ્યુલર ટેસ્ટમાં બદલીબેન મોરી, કેતનભાઇ પરમાર, વિભાબેન છાજેડ, અંકિત જૈન, ગીતાબેન ગરાસીયા, ચંપાબેન ડામોર અને કિશનલાલ લખારા પોઝિટિવ આવ્યા હતા.

તો રેપીડ ટેસ્ટમાં પ્રદીપકુમાર પંચાલ, શશીકાંતભાઈ પારેખ, પીનલબેન લબાના, ભરતભાઈ ગારી, લતાલીબેન પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, પ્રીત પ્રજાપતિ, ફાલ્ગુનીબેન પ્રજાપતિ, ડો.ધર્મેશ વાલાભાઈ, ધર્મેન્દ્રસિંહ નેમચ, ઉમાબેન ભોકણ અને રોહિતભાઈ વાળંદ પોઝિટિવ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માસના આ છેલ્લા સપ્તાહમાં સોમ, મંગળ, બુધ અને ગુરુવારના ચાર દિવસમાં મળીને કુલ 63 કેસ નોંધાવા પામ્યા છે. આમ, અગાઉની સરખામણીએ કેસની સંખ્યા ઓછી થતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં રાહતનું મોજું ફેલાયું છે. ગુરુવારે 1 જિલ્લાના 9 પૈકી દાહોદ તાલુકાના 10 સાથે ઝાલોદના 5 અને ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા હતા. દાહોદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વૃદ્ધિ થતા ચિંતાનું મોજું ફેલાયું છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: