દાહોદ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વિસ્તારોમાં જ કેક કપાયા, આતશબાજી કરાઇ

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. કોરોનાને કારણે જુલુસ નીકળ્યુ ન હતુ પરંતુ મુસ્લીમ વિસ્તારોમાં કેક કાપીને અને આતશબાજી કરીને પર્વની ઉજવણી સાથે એકબીજાને મુબારક બાદ પાઠવી હતી.

હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં વસતા મુસ્લીમ બિરાદરોએ પોતાના વિસ્તારો રોશની અને ધજા-પતાકાથી શણગાર્યા હતાં. શુક્રવારના રોજ ભારે ઉમંગ ઉત્સાહથી ઇદે મીલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે જુલુસ કાઢવામાં આવ્યુ ન હતું. જોકે, મુસ્લિમ બિરાદરોએ પોતાના વિસ્તારમાં જન્મદિવસની ખુશીમાં કેક કાપવા સાથે વિવિધ ચીજ વસ્તુઓનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કર્યુ હતું. આ સાથે ભવ્ય આતશબાજી કરીને જન્મ દિવસને વધાવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: