દાહોદ જિલ્લામાં અકસ્માતની 4 ઘટનામાં 1નું મોત, 1ને ઇજા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ગરબાડા, દાહોદ જેસાવાડા રોડ, દુધિયા, આંબાનો બનાવ
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઇજા થઇ હતી. અકસ્માત સંદર્ભે સંબંધિત પોલીસ મથકે ગુના નોંધાયા હતા. દાહોદની ગરબાડા ચોકડી ખાતે આવેલ પાર્થ મોટર્સની બિલકુલ સામેના ભાગેથી હાઈવે ઉપર પસાર થતા એક બાઈકસવાર અને સામેથી આવતી પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુવાન બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ પીકઅપ ગાડીના ચાલકે, બાઈક ચાલકને બચાવવા જતા સંતુલન ગુમાવી દેતા હાઇવે ઉપર આડો પડી ગયો હતો. તો સામે પક્ષે આશરે 30 ફૂટ જેટલું ઘસડાઈને અંતે યુવાન બાઇક ચાલકનું મોત થયું હતું. ઘટનાસ્થળે બાઇકચાલકના માથામાંથી ફૂરચેફૂરચા ઉડીને રસ્તે રેલાયા હતા. તો બાઇકની આગળનું મડગાર્ડ પણ આખા રસ્તામાં વેરવિખેર થઈ જવા પામ્યું હતું. આ બનાવની જાણ થતાં જ લોકટોળા ઘટનાસ્થળે જામ્યા હતા અને પોલીસને માહિતગાર કરતાં પોલીસે આની તપાસ આદરી છે.
બીજી ઘટનામાં ગરબાડાના નાંદવા ગામના હસમુખભાઇ ઝીથરાભાઇ રાઠોડ તેમની જીજે-03-એફસી-6537 નંબરની બાઇક ઉપર ગતરોજ સવારે નિકળ્યા હતા. ત્યારે દાહોદ જેસાવાડા રોડ ઉપર ગડોઇ ઘાટીમાં જીજે-20-એબી-4198 નંબરની મોટર સાયકલના ચાલકે ટક્કર મારતાં ગંભીર રૂપે ઘાયલ હસમુખભાઇનું મોત નીપજ્યુ હતું. અકસ્માત કરનાર અજાણ્યા ચાલકને પણ ડાબા પગે જણા હાથે ઇજાઓ થઇ હતી.
ત્રીજી ઘટનામાં છોટાઉદેપુર જીલ્લાના કુંભાણી ગામના કરણભાઇ ભોદીયાભાઇ રાઠવા તા.19મીના વહેલી પરોઢે જીજે-06-કેસી-9312 નંબરની બાઇક લઇને નિકળ્યા હતા. ત્યારે દુધીયા ગામે સરકારી દવાખાને નજીક જીજે-20-એએલ-5567 નંબરની મોટર સાયકલના અજાણ્યા ચાલકે કરણભાઇની મોટર સાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ચોથી ઘટનામાં લીમખેડાના રઇ ગામના રમેશભાઇ રાવત તા.17મીના રોજ તેમની સાસરી ખીરખાઇ ગામે જવા જીજે-20-1017ની મોટર સાયકલ ઉપર નિકળ્યા હતા. ત્યારે આંબા ગામે ચોકડી પાસે મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં રમેશભાઇનું સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતો સંદર્ભે સંબંધીત પોલીસ મથકે ગુના નોંધાયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed