દાહોદ જિલ્લામાંથી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 4 વ્યક્તિ ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસનાે દાહોદ, વરોડ, પરપાટામાં સપાટો
  • વરોડમાંથી ડ્રાઇવર, પરપાટામાંથી 1 તથા દાહોદથી મહિલા સહિત 2 ઝડપાયા

લીમડી પોલીસ મથકના સીનીયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર.ચૌહાણ તથા સ્ટાફના માણસો ગતરોજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન પ્રોહી બાતમી આધારે વરોડ તરફથી આવતો ટેમ્પોને રોકી તેના ચાલક સીંગવડ તાલુકાના ઢોળી ફળીયાનો ઇશ્વર હીરૂ માલની ટેમ્પોમાં શુ ભરેલુ છે તે વિશે પુછપરછ કરી હતી પરંતુ તેને સંતોષ કારક જવાબ આપ્યો ન હતો.

જેથી પોલીસે ટેમ્પા પાછળના ભાગે તપાસ કરી હતી પણ કાંઇ જોવા મળ્યું ન હતું. ત્યાર બાદ કેબિનમાં તપાસ કરતાં વિદેશી દારૂ તથા બીયરની 14 પેટીઓ મળી આવી હતી. જેને ટેમ્પોમાંથી નીચે ઉતારી તપાસ કરતાં તેમાંથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂ તથા બિયરની કુલ 456 નંગ બોટલ જેની કિંમત 50,040ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા 2 લાખના ટેમ્પો મળી કુલ 2,50,040 રૂ.નો મુદ્દામાલ કબ્જે લઇ ડ્રાઇવર ઇશ્વર હીરૂ માલ વિરૂદ્ધ લીમડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કુલ 25 હજારના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે
જ્યારે લીમખેડા પોલીસ મથકના પી.આઇ. કે.એલ.પટણીને બાતમી મળતાં પરપટા ગામના કાન્તી છગન પટેલના ઘરે પ્રોહી રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન કાન્તી પટેલ ઘરે હાજર મળતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂ લંડન પ્રાઇડ ઓરેન્જ વોડકાના માર્કાની 750 મીલીની કાચની બોટલ નંગ 7 જેની કિંમત 4375ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ સાથે કાન્તી પટેલની ધરપકડ કરી છે. જ્યારે દાહોદ શહેર પોલીસે એવીયેટર ગોધરા રોડનો શ્યામ રાકેશ સાંસી, તથા સીંગલ ફળીયામાં રહેતી હેમાબેન દિલીપ સાંસીને પડાવ ચોકમાં રોકી તેમની તલાસી લેતા તેમની પાસેની કપાડની થેલીમાંથી બેગપાઇપર વ્હીસ્કીની 24 તથા મેજીક મુવમેન્ટ વ્હીસ્કીની 12 મખીલ કુલ 36 બોટલ મળી આવી હતી. દારૂ તથા ગાડી મળી કુલ 25 હજારના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: