દાહોદ જિલ્લાને સ્વચ્છ કરવા ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’

  • 15 ઓગસ્ટ સુધી જિલ્લામાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ચલાવાશે

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. મહાત્માં ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણીના અવસરે દેશભરમાં 15 ઓગસ્ટ સુધી ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ ઉજવવામાં આવી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાને પણ ગંદકીમુક્ત બનાવવા અને સ્વચ્છતા બાબતની જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો તા. 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવશે. ‘ગંદકી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.ડી. બલાત દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ રોજેરોજ યોજાઇ રહ્યાં છે. જેમાં તા. 8 ઓગસ્ટના રોજ જિલ્લાના સરપંચો સાથે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ઇ-રાત્રી સભા યોજાઇ હતી. આ સ્વચ્છતા અભિયાનમાં લોકો સ્વેચ્છાએ જોડાઇ ગામને સ્વચ્છ રાખવા સહયોગ આપી રહ્યાં છે.


Related News

Comments are Closed

%d bloggers like this: