દાહોદ જિલ્લાની બેંક ઓફ બરોડાની તમામ શાખામાં છેલ્લા એક અઠવાડિયાથી નેટવર્ક ખોટકતા બેંક કામકાજ ઠપ્પ, બેંકના આવા વ્યવહારથી પ્રજા ત્રાહિમામ

PRAVIN KALAL – FATEPURA
ફતેપુરા બેંક ઑફ બરોડામાં ત્રણ દિવસથી લાંબી લાઈનો લોકો ત્રણ દિવસથી ધક્કા ખાય છે સવારથી કામધંધો છોડી બેંકના કામે આવતા ગામડાના ગરીબ વર્ગ  અને મજૂરીયા ખેડૂતો માટે ખેતરમાં કામગીરી અને રોજીંદુ જીવન નિર્વાહ ચલાવતાઓ માટે ભૂખ્યા રહેવાનો વારો પણ આવ્યો છે.
બેંક મેનેજરને પૂછતાં તેઓનું કહેવું છે કે સોફ્ટવેર અપડેટના કારણે સ્લો ચાલે છે અને ચલતા ચલતા સર્વર ડાઉન થઈ જાય છે અને નેટવર્કનો પણ પ્રોબ્લેમ થવાથી આવો પ્રોબ્લેમ થાય છે જે ધ્યાનમાં લઈ બેન્કિંગ કામકાજમાં રૂકાવટ ના ઉભી થાય અને ગરીબોને ધક્કા ના ખાવા પડે તે માટે જવાબદાર તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવશે ખરું? તેવી પ્રજાજનોની માંગ છે.
બીજી બાજુ સમગ્ર દાહોદ જિલ્લાના બધા જ તાલુકામાં નેટવર્ક ખરાબ રહેતા દાહોદ જિલ્લાના તમામ લોકો તથા તેની સાથે દાહોદ ગામવાસીઓ બેંક ઓફ બરોડાના કામકાજ ઠપ્પ થઈ ગયા હોવાથી પરેશાન તથા ત્રસ્ત થઈ ગયા હતા. નોટબંધી થયા બાદ તો B.O.B.ના ATMમાં નાણાંના અભાવે બદનામ તો હતી જ પરંતુ હવે બેન્કિંગ ટ્રાન્જેક્શનના કામોમાં પણ આવી જ તકલીફ પડશે તો આ બેંક પાર ભરોસો કોણ રાખશે? અને જ્યારે તે બાબતે બેંક ઓફ બરોડાઓ વાળાઓની પૃચ્છા કરવામાં આવે છે તો કોઈ નક્કર જવાબ આપતા નથી.
તો શું સમગ્ર ભારતમાં પણ બેંક ઓફ બરોડાની આજ પરિસ્થિતિ હશે. આ બાબતનો નિકાલ આવશે ખરો?


Related News

Comments are Closed

%d bloggers like this: