દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ફિઝિકલ ફાઇલિંગની કામગીરી 4 ઓગસ્ટથી શરૂ

  • કોર્ટ સંકુલમાં પ્રવેશ સમયે માસ્ક, સામાજિક અંતરના નિયમનું પાલન થશે

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લા હેડકવાર્ટર ખાતેની તમામ કોર્ટો, ફેમીલી કોર્ટ અને તાબાની તમામ તાલુકા અદાલતોમાં તમામ પ્રકારના કેસોના ફિઝિકલ ફાઇલીગની કામગીરી આગામી 4 ઓગષ્ટથી શરૂ થશે. તેનો સમય સવારે 11થી ર વાગ્યા સુધીનો રહેશે. દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે. ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના તા. 27 જુલાઇના પરિપત્રથી તમામ પ્રકારના કેસોનું ફિઝિકલ ફાઇલીંગ કરવાનો આદેશ કર્યો છે. તદઅનુસાર આ કામગીરી તા. 4 ઓગષ્ટથી શરૂ થશે અને તેનો સમય સવારના 11થી 2 વાગ્યા સુધીનો રહેશે.

સામાજિક અંતરના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
દાહોદ જિલ્લામાં પણ હેડકવાર્ટર ખાતેની તમામ કોર્ટો, ફેમીલી કોર્ટ અને તાબાની તમામ તાલુકા અદાલતોમાં તમામ પ્રકારના કેસોના ફિઝિકલ ફાઇલીગની કામગીરી ઉક્ત દર્શાવેલ તારીખે અને સમયથી શરૂ કરવામાં આવશે. આ કામગીરી કરવા માટે હેડકવાર્ટર ખાતે અને તાલુકા અદાલતો ખાતે એક અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વકીલ, પક્ષકારોએ પોતાનો કેસ સીલબંઘ કવરમાં ઇન્ડેક્ષ સાથે આપવાનો રહેશે, કોર્ટસંકુલમાં પ્રવેશ કરતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. અને સામાજિક અંતરના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અરજન્ટ કેસોની કાર્યવાહી ફક્ત વિડીયો કોન્ફરન્સીંગથી જ ચલાવવાની રહેશે
આ ઉપરાંત એડવોકેટ, પક્ષકારોએ નામ, મોબાઇલ નંબર, એડવોકેટનું ઇ-મેઇલ સરનામું, કેસોની કેટેગરી અને સીલબંઘ પરબીડીયામાં મુકાયેલા દસ્તાવેજોની અનુક્રમણિકા જેવી વિગતો પરબિડીયાની ટોચ પર લખવી આવશ્યક રહેશે. જેથી, ફાઇલીંગ દરમિયાન કોઇ પ્રશ્નો ઉભા ન થાય અને ફાઇલ થયેલી મેટરનું રજીસ્ટ્રેશન યોગ્ય સમયમર્યાદામાં થઇ શકે. વધુમાં ગુજરાત હાઇકોર્ટના પરિપત્રમાં એવો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે, અરજન્ટ કેસોની કાર્યવાહી ફક્ત વિડીયો કોન્ફરન્સીંગથી જ ચલાવવાની રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: