દાહોદ જિલ્લાના 21 લાખ જેટલાં પશુઓને કડી લગાવવામાં આવશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટેગિંગની કામગીરીમાં સહકાર આપવા અપીલ

ભારત સરકારના ઇન્ફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટવિટી એન્ડ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત દાહોદના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને કડી (ટેગ) કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત જિલ્લાના એકવીસ લાખ જેટલા પશુઓને આવરી લેવાશે. આ ટેગિગ પશુઓના આધાર કાર્ડ સમાન છે. દાહોદના પશુ પાલન નિયામકે જણાવ્યુ હતું કે, જિલ્લાના તમામ પશુપાલકોએ કડી મારવા માટે આવનારા પશુપાલન ખાતાના કર્મચારીઓને જરૂરી માહિતી નામ, આધારકાર્ડ તેમજ મોબાઇલ નંબર આપવાનો રહેશે.

જેની નોંધણી INAPH સોફ્ટવેરમાં કરાશે. આ પ્રમાણે રજિસ્ટર થયેલા પશુઓ કુદરતી આપત્તિથી મૃત્યુના કિસ્સામાં તેમજ સરકારની યોજનાઓ તેમજ પશુ ખોવાઇ કે ચોરાઇ જવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધણી માટે જરૂરી પૂરવાર થશે. કોઇના પશુઓના ટેગિંગની કામગીરી બાકી હોય તો નજીકના પ્રાથ.પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.






Related News

Comments are Closed

%d bloggers like this: