દાહોદ જિલ્લાના મતદાર યાદી સુધારણા માટે 4 રવિવાર કેમ્પ થશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 22મીથી કેમ્પ શરૂ થશે, નવા મતદારોના નામ ઉમેરવા સાથે સુધારો કરી શકાશે

દાહોદ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી સમયમાં આવનાર ચૂંટણી અગાઉ નવા મતદારોના સમાવેશ સાથે મતદાર સુચિમાં સુધારો કરાવવા તા. 22.11.20, તા. 29.11.20, તા. 6.12.’20 અને તા.13.12.20 ના રવિવારના દિવસોએ સવારે 10 થી સાંજના 5 દરમ્યાન જે તે વિસ્તારના મતદાન મથકે ઉપસ્થિત બુથ લેવલ અધિકારીને મળવા જણાવાયું છે.

આ પ્રક્રિયા અંતર્ગત નવા નામ નોંધાવવા ફોર્મ નં:6, નામ કમી કરાવવા ફોર્મ નં:7, નામમાં સુધારો કરવા ફોર્મ નં:8 અને પોતાના ઘરનું સરનામું બદલવા માટે ફોર્મ નં:8 -ક ના માધ્યમથી જે તે પ્રક્રિયા થઈ શકશે. તો મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx લીંક ઉપર જવાથી જરૂરી માહિતી મળી શકશે.






Related News

Comments are Closed

%d bloggers like this: