દાહોદ જિલ્લાના પાંચ ડેમ છલોછલ ભરાયાં
દાહોદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

એકધારો વરસાદ વરસતા ઉમરીયા ડેમ સીઝનમાં ઓવરફલો થવાથી આસપાસના ગામોને સાવધ કરવામાં આવ્યા
- પાટાડુંગરી પણ છલકાતાં 13 ગામો એલર્ટ
- શહેરના કસ્બા વિસ્તારના લોકોને પણ દૂધીમતીના કાંઠે ન જવા સૂચના
દાહોદ જિલ્લામાં શ્રીકાર વર્ષાથી જિલ્લાના પાંચ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી 80 ટકા સુધી પહોંચી છે. આજ સવારના 6 વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા 277.80, કાળી -2 257.20, ઉમરીયા 280.20,કબુતરી 186.60 સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. 100 ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને સાવધ પણ કર્યા છે. દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા પાટાડુંગરી ડેમ પણ મંગળવારે સાંજે ઓવરફ્લો થયો છે. પાટાડુંગરી ડેમ પૂર્ણ સપાટી 170.84 મીટર પરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, કસ્બાને સૂચના આપી છે. અદલવાડા 80.47 ટકા, વાકલેશ્વર 70.15 ટકા ભરાયા છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed