દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળી

 

KEYUR PARMAR – DAHOD

દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવે શ્રી રણછોડ રાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર  જે. રંજીથકુમાર, પ્રભારી અમીત ઠાકર, સુધીર લાલપુરવાળા, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન  મોદી, ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલા શ્રી ભગવાન જગન્નથજીની આરતી આ તમામ મહાનુભાવોએ કરી અને ત્યાર બાદ આરતી કરી અને ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે બુહારી કરી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યું અને યાત્રાની શરૂઆત થઇ. અને ત્યાંથી નીકળી અને રથયાત્રા દાહોદના પડાવ થઇ સરદાર ચોકથી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજારમાં થઇ અને સોનીવાડ ખાતે મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી. અને પરત ત્યાંથી બપોરે નીકળી અને દાહોદના ગોવિંદનગર વિસ્તાર થઈ માણેકચોક વાળા રસ્તે થી આગળ વધીને ભગિની સમાજથી હુસૈની મસ્જિદ વાળા રસ્તે થઈ એમ.જી.રોડ, નેતાજી બજાર થઈ પરત રણછોડરાયજીના મંદિરે સાંજે 7 કલ્લાકે પહોંચી પછી મંદિરે સંધ્યા આરતી થઈ અને ત્યારબાદ ભાવીભક્તોને ભગવાન શ્રી જગન્નાથજીના દર્શનાર્થે ખૂલ્લા મુકવામાં આવ્યા હતાં. રથયાત્રા માટે દાહોદ પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનીચ્નીય બનાવના બને તેને પુરેપુરી તકેદારી રાખી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: