દાહોદ ગણેશ વિશર્જન મુદ્દે દાહોદ ટાઉન પોલીસે શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ કરી

KEYUR PARMAR DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન અને સૂચના થી અને ટાઉન પી.આઈ. ડામોર સાહેબની દેખરેખ હેઠળ ગણેશ વિશર્જનને હવે ગણતરીના દિવસ બાકી હોવાથી દાહોદ શહેરમાં અમન અને શાંતિ થી ગણેશ વીશર્જન થાય તેના માટે લગભગ 200 થી 250 પોલીસ જવાનો સાથે દાહોદ શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી.
આ ફ્લેગ માર્ચ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનેથી નીકળી પાણીની ટાંકી વાળા રસ્તે સ્ટેશન રોડ થઇ વિવેકાનંદ ચોક ગઈ ત્યાર બાદ પરત હુસેની મસ્જિદ વાળા રસ્તે થઇ દેસાઈવાડા થી કસ્બા ખાતે થઈને એમ.જી.રોડ થઇ નેતાજી બજાર ગઈ અને ત્યારબાદ પડાવ વાળા રસ્તેથી બહારપડાવ થી માર્કેટયાર્ડ વાળા રસ્તે થી દરજી સોસાયટી થી ગોવિંદનગર થઇ પરત ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી આ બધા રસ્તાનું ફ્લેગમાર્ચ દ્વારા નિરીક્ષણ કર્યું હતું અને લોકો શાંતિ અને આનંદ અને ઉલ્લાસ થી ગણેશ વિશર્જન માં ભાગ લે તેવી શહેરીજનોને અપીલ કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: