દાહોદ ખાતે BSNL નેટવર્કના ધાંધિયા સર્જાતાં લોકો પરેશાન

દાહોદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અનેક વિસ્તારોના‌ મકાનોમાં નેટવર્ક પકડાતું નથી
  • શિક્ષણ પણ ઓનલાઇન બન્યું હોઇ નેટવર્ક ન મળતાં થતી તકલીફ

શહેરના મોટાભાગના વિસ્તારોમાં તા.27.8.2020 ને ગુરુવારના રોજ ‌BSNL નેટવર્કમાં ધાંધિયા સર્જાતા લોકો હેરાન પરેશાન બન્યાં હતા. સરકારી રાહે હવે જ્યારે તમામ સુવિધાઓના ફોર્મ ઓનલાઈન બન્યા છે તો બીજી તરફ આજકાલ શિક્ષણ પણ ઓનલાઇન બન્યું છે અને ધોરણ: 12ના વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન પણ ફરજ્યાત ઓનલાઈન એડમિશન લેવું પડે છે તેવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી BSNLની સેવાઓ ખાડે ગઈ હોવાની ફરિયાદો ઉઠી છે.

દેસાઈવાડ, પડાવ, ગોધરા રોડ જેવા અનેક વિસ્તારોમાં તો લાંબા સમયથી ભોંયતળિયાના તળિયાના મકાનોમાં નેટવર્ક બરોબર નહીં પકડાતું હોવાથી BSNLની વિવિધ સ્કીમ અંતર્ગત લોકોએ આગોતરા પૈસા ભરી દીધા હોઈ ભરેલા પૈસા માથે પડ્યાની પણ અનુભૂતિ થઈ રહી છે. સરકારી- બિનસરકારી ઓફિસોમાં પણ જીસ્વાનની સુવિધા ઠપ્પ થતા ખુબ તકલીફ ઉભી થવા પામી હતી. તંત્રને આ સંદર્ભે વારંવાર ફરિયાદ પણ થતી હોય સુવિધાઓ સત્વરે સુધરે તેવી લોકમાંગ ઊભી થવા પામી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: