દાહોદ ખાતે રાષ્ટ્ર સૃજન અભિયાનની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રધ્યુમનસિન્હા અને રાષ્ટ્રીય મહાસચિવ ઉષાબેન પટેલની નિશ્રામાં યોજાઇ

KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે રાષ્ટ્રીય સૃજન અભિયાન સૃજન નયે ભારત કા ની એક સભા મળી હતી. આ સભામાં રાષ્ટ્રીય સૃજન અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રધ્યુમનકુમાર સિન્હા, રાષ્ટ્રીય મહાસચિવ ઉષાબેન પટેલ, મધ્ય ગુજરાત મીડિયા પ્રભારી નેહલ શાહ, દાહોદ જિલ્લા અધ્યક્ષ સી.વી.ઉપાધ્યાય, જિલ્લા મહાસચિવ શાંતિલાલ પી. પટેલ, દાહોદ જિલ્લા પ્રભારી રમેશભાઈ જોષી અને 50 જેટલા ભાઈ – બહેનો સાથે સભામાં રાષ્ટ્રીય સૃજનની ચર્ચા કરવામાં આવી.
વધુમાં સિન્હા સાહેબે ઉમેર્યું કે રાષ્ટ્રીય સૃજન અભિયાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ અને સીધી દેખરેખ હેઠળ દરેક સરકારી યોજનાઓને જન – જન સુધી પહોચડવા માટેની આ એક લિંક છે જે દરેક વર્ગ સુધી પહોચી શકે.
ગુજરાત બેટી બચાવે અભિયાનના એમ્બેસેટર ઉષાબેન પટેલે “બેટી બચાઓ, બેટી પઢાઓ” માટે વાત કરી અને એક વર્ષથી બેટી બચાવો અભિયાન ચલાવતા રોટરી ક્લબ ડાયમંડ દાહોદને શુભેચ્છા આપી સિન્હા સાહેબે નવીન ભારત બનાવવા હાકલ કરી. અંતમાં મધ્ય ગુજરાત મીડિય સેલના નેહલ શાહે પણ સૃજનના વિઝન વિષે ફોક્સ પડ્યો હતો. અને અંતમાં રમેશભાઈ જોશીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: