દાહોદ ખાતે બાળ અધિકાર જવાબદારી આપણી સૈાની વિષય પર એક દિવસીય તાલીમ શિબિર યોજાઇ

DAHOD DESK
 આંતર રાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી તા. ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ દેશભરમાં કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં બાળ દિનની ઉજવણી બાળ અધિકાર સંરક્ષણ અને અમલીકરણ માટે જાગૃત્તિના ભાગરૂપે જિલ્લા પ્રશાસન અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્રારા બાળ અધિકારો, જવાબદારી આપણા સૈાની વિષય પર જિલ્લા કક્ષાનો  તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદ સંકુલ, પ્રસંગ પાર્ટી પ્લોટ, ચિરાયુ હોસ્પિટલ પાસે, દાહોદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે તજજ્ઞશ્રી સર્વેશ્રી અજીતભાઇ અને અર્જુનભાઇ એ બાળકોના કુપોષણ અંગેની જાણકારી તેમજ તેમાંથી બહાર લાવવાના પ્રયાસ, ર્ડા.જતીનભાઇ એચ.મોદીએ આર.ટી.ઇ.એકર ૨૦૦૯ અને રૂલ્સ, શ્રી એ.જી.કુરેશીએ જે જે એક્ટ-૨૦૧૫ શ્રીનિરવ આર.પંડયાએ બાળ અધિકારો, એડવોકેટ કુ.લલીતા આર. સિંધીએ પ્રોક્સો એકર-૨૦૧૨ ઉપર સરળ ભાષામાં સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં  સ્વાગત પ્રવચન નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી.બી.એમ.નીનામાએ, જયારે આભાર વિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે. તાવિયાડે કરી હતી. તાલીમ શિબિરમાં જિલ્લા પોલીસ અધિકારી  શ્રી મનોજ નિનામા, નગરપાલિકા પ્રમુખશ્રી સંયુકતાબેન મોદી, નાયબ પ્રથમિક શિક્ષણ અધિકારીશ્રી કે.યું.હાંડા, દહેજ પ્રતિબંધક અધિકારી શિક્ષણાધિકારીશ્રી એચ.એસ.પટેલ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, સ્કુલોના આચાર્યશ્રીઓ, પગાર કેન્દ્રની શાળાના આચાર્યશ્રીઓ, આઇ.સી.ડી.એસના અધિકારી-કર્મચારીઓ, અગ્રણીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.  


Related News

Comments are Closed

%d bloggers like this: