દાહોદ કોંગ્રેસના માજી સાંસદ અને 2009 થી ભાજપમાં અત્યાર સુધી રહેલા પીઢ આદિવાસી નેતા સોમજીભાઈ ડામોર પાછા કોંગ્રેસ પક્ષમાં જોડાયા

HIMANSHU PARMAR – DAHOD
દાહોદ કોંગ્રેસના માજી સાંસદ અને 2009 થી ભાજપમાં અત્યાર સુધી રહેલા પીઢ આદિવાસી નેતા સોમજીભાઈ ડામોર પાછા પરત કૉંગ્રેસમાં જોડાયા અને દાહોદ ખાતે એક પત્રકાર સાથે  વાર્તાલાપ કરી. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ શરત વગર કોંગ્રેસમાં પરત ફર્યા છે અને આનાથી દાહોદ જિલ્લામાં કોંગ્રેસને વધુ બળ મળશે. 1970માં કોંગ્રેસમાં જોડાયા. જયંતભાઈ પંડ્યા અને હું પત્રિકા લઇ દુકાને દુકાને ફરતા અને એ દિવસોમાં કોંગ્રેસમાં કોઈ જોડાવા તૈયાર નઈ. 1972 માં હું વિધાનસભાના ઈલેકશનમાં ઉભો રહ્યો અને 18000 વોટથી જીત્યો અને જિલ્લાની બધી ધારા સભા  હું જીતાવતો.
મારો બનાવેલો કોંગ્રેસનો આ ગઢ હુજ પોતે ન તોડી શક્યો. અને હવે ઘણા બધા કારણો જે તે સમયે હતા પણ હું ફરીને પાછો મારા ઘેર આવ્યો છું.
આવનાર દિવસો ગરીબ આદિવાસી અને હરિજનોને કોઈ જીવા નહિ મળે અને તેમના હક્કો છીનવાઈ જશે તે માટે હું ફરી પાછો મારા ઘરે પરત આવ્યો છુ અને મારા ગરીબ ભાઈ બહેનોના હકો માટે ફરીથી લડીશ. ભાજપમાં 2009 થી 2017 feb સુધી રહ્યો.  કૉંગ્રેસમાંથી હું ટિકિટ તો નહીં જ માંગુ અને હા મારા ઘરના સભ્યમાંથી કોઈ ટિકિટ માંગશે તો હું નહિ કહું કે માંગો કે નથી માંગો. પણ વગર આશાએ મરીશ ત્યાં સુધી કોંગ્રેસ નું કામ કરીશ.


Related News

Comments are Closed

%d bloggers like this: