દાહોદ કસ્બામાં ભાઈએ જ ભાઈની કરી હત્યા : 35 વર્ષીય યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજ રોજ સાંજના 05:00 કલાકે યસ માર્કેટ પાસે આવેલ દુકાનમાં અંદર જવાની બાબતે અને  માલસામાન ખસેડવા અંગે કહેવામાં આવતા બે કાકા – કાકાના છોકરાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં  અથડામણ અને મારામારી થઈ ગઈ. જેમાં એક ભાઈએ બીજા ભાઈને ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. મરનાર ભાઈનું નામ ઇદબાર ગુલ હજરત ગુલ પઠાણ ઉંમર 35 વર્ષ  છે, અને હત્યા કરનારનું નામ ઈમ્તિયાઝ ગુલ પઠાણ છે. આ યુવકની હત્યાથી સમગ્ર કસ્બામાં સોપો પડી ગયો છે. અને જેવી લોકોને ખબર પડી ત્યારે આ જગ્યાએ લોકટોળા ભેગા થઈ ગયા હતા.
ઇદના બે દિવસ અગાઉ આ ઘટનાથી મૃતકનો પરિવાર ખૂબ શોકમય થઈ ગયો છે. હત્યા પાછળ કોઈક બીજુ કારણ હોવાની ચર્ચાઓ કસ્બામાં ચાલી રહી છે. પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશ ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: