દાહોદ એમ.એન્ડ.પી હાઈસ્કૂલ પેપર લીક મામલે 2 શિક્ષકોને ફરજ પરથી મોકૂફ કરતા જિલ્લા કલેકટર અને શિક્ષણ અધિકારીને શિક્ષક સંઘે આપ્યું આવેદન
માર્ચ 2018 ની બોર્ડ ની પરિક્ષા દરમ્યાન M & P High school માં બનેલ પેપર લીક બનાવ ના સંદર્ભે થોડા દિવસો અગાઉ આ શાળામા માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા 2 શિક્ષકો નિષાબેન પટેલ અને અને જયદીપ પટેલ કે જેઓ ને આ બનાવ સાથે કોઇ લેવા દેવા નથી અને સાથે સાથે તેઓ તે દિવસે શાળામા હાજર પણ નહોતા તેમ છતાં તેઓને સંચાલક મંડળના પ્રમુખ દ્વારા ખોટો રાગ દ્વેષ રાખીને અમને બંને શિક્ષકોને ફરજ મોકૂફી નો આદેશ આપ્યો છે.
તેનો અમો શિક્ષકો વિરોધ કરીએ છીયે અને તે બાબતે સત્વરે યોગનિર્ણય લેવા માટે અમોએ (1) કલેક્ટર , દાહોદ, (2) પોલીસ અધિક્ષક , દાહોદ, (3) જીલ્લા શિક્ષણાધિકારી , દાહોદ, અને (4) પ્રમુખ , મોહમ્મદનિયાહ એન્ડ પંજતનિયાહ સોસાયટી. ને આવેદનપત્ર આપ્યુ છે . આ આવેદન આપવામાં માધ્યમિક શિક્ષક સંઘ ના શિક્ષક અને શિક્ષિકાઓ એ સહકાર આપીને અને કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.શિક્ષકોએ તાનાશાહી નહિ ચલેગી જેવા સૂત્રોચ્ચાર કાર્ય હતા.
આ બાબતે શિક્ષિકા નિશાબેન પટેલે તેઓની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને ખોટી રીતે માનસિક ત્રાસ અપાય છે કારણકે જે ઘટના માટે મને જવાબદાર ઠેરવે છે તે દિવસે હું નથી શાળા એ ગઈ કે કેમ્પસમાં હતી અને . આ તો માત્ર મને હેરાન કરવાનું ષડયંત્ર છે. અને જો મને આવી રીતે વધારે હેરાન કરશે તો હું માનવ અધિકાર પંચ ને રજૂઆત કરીશ અને ન્યાય મેળવીને રહીશ.
શિક્ષક સંઘના મંત્રી નીલકંઠ ઠક્કર એ જણાવ્યું હતું કે આ કલેકટર ને આવેદન પત્ર આપતા રજુઆત કરી હતી કે જો ઘટનાનો દિન 5માં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જવલંત આંદોલન અને ધારણા કરવામાં આવશે.
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed