દાહોદ અર્બન હોસ્પિટલના તબીબોને ભાજપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ટાણે જ્યારે શહેરની અનેક પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હતી તેવા સમયે જીવના જોખમે લોકોની આરોગ્યલક્ષી તપાસ કરનાર દાહોદની અર્બન હોસ્પિટલના તબીબોનું‌ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિને તા.22.8.20 ના રોજ દાહોદ શહેર ભાજપ દ્વારા સન્માન થયું હતું.

જે અંતર્ગત અર્બન હોસ્પિટલના ડો.અમીતભાઈ શુક્લા, ડો.વિશાલભાઈ પરમાર, ડો.ચારુબેન ત્રિપાઠી, ડો.મુસ્તફાભાઈ ભાટીયા તથા ડો.શિવાનીબેન ડામોરને દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી દિપેશભાઈ લાલપુરવાલા, દાહોદ શહેર ભાજપ પ્રભારી ગોપીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ મનોજભાઇ વ્યાસ, શહેર ભાજપ મહામંત્રી સત્યેન્દ્રભાઈ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી ત્થા દાહોદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ સન્માનપત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: