દાહોદવાસીઓ દ્વારા શરદ પૂર્ણિમાની રગેચંગે ઉજવણી કરાઇ

Dahod - latest dahod news 022633

+7બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. દાહોદવાસીઓએ બુધવારે રાતના સમયે મોટી સંખ્યામાં ખુલ્લા મેદાનમાં કે છત ઉપર જઈને શરદ પૂર્ણિમાનો નિજાનંદ માણ્યો હતો. શહેરમધ્યે અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થા દ્વારા નગરજનો ચાંદનીનો માહોલ માણી શકે તેવા શુભાશયથી મેદાન ખુલ્લું રાખવામાં આવતા અનેક લોકોએ અહીં બેસીને લોકમાનસમાં અનેરું સ્થાન ધરાવતો આ આકાશી નજારો માણ્યો હતો. તો દેસાઈવાડ, ગરબાડા હાઈવે પાસેના ગોકુલધામ વિસ્તાર વગેરે સ્થળોએ દૂધપૌંઆ અને ગરબા સાથે શરદપૂનમ ઉજવી હતી. જોગાનુજોગ આ રાતે દાહોદ ખાતે ફૂલગુલાબી ઠંડીની લહેરખી સાથે સ્વચ્છ આભ હોઈ કોલેજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દાહોદવાસીઓ પોતપોતાના ગ્રુપ સાથે મોડી રાત લગી ઉમટ્યા હતા. દૂધપૌંઆ, ભજીયા સહિતની ખાણીપીણી સંગ ગ્રુપમાં ચાંદ- ચાંદનીના ગીતો ગણગણવાની સાથે લોકોએ પરંપરાગત રીતે શરદપૂર્ણિમા ઉજવી ધન્યતા અનુભવી હતી.

ખાનપુર મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ

લુણાવાડા : લાયન્સ કલબ ઓફ લુણાવાડા ઘ્વારા ખાનપુર મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ રાખેલ હતો, જેનું સ્થળ શ્રદ્ધા હોસ્પિટલ, ડો.રાકેશ પગી ના દવાખાને રાખેલ હતો. જેમાં અરહમ દાંત ના દવાખાના ના ડો,રાજ શાહ , ઉમા ફિજયોથેરાપી ના ડો. રોયલ પટેલ,દ્રષ્ટિ આઈ હોસ્પિટલ ના ડોક્ટર્સ મિત્રો, એકટીવ ફિજીયોકેર ના ડો. દિવ્યાંગ પટેલ(લાયન્સ કલબ પ્રમુખ), તેમજ અન્ય લાયન્સ કલબ ના સભ્ય જેવા કે, મંત્રી રાહુલકુમાર ધોબી તેમજ જૈમીન ચોકસી એ હાજર રહી આ મેડિકલ કેમ્પ ને સાકાર કર્યો . જેમ 203 લાભાર્થીઓ એ આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં મહેમાન તરીકે લાયન જે.પી.ત્રિવેદી તથા માહિસાગર આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબ સિંહ અને લુણાવાડા શિક્ષક સંઘ ના પ્રમુખ બીપીનભાઈ પટેલ હાજર રહીને આ કાર્યક્રમ ને વેગ આપ્યો હતો.

બે મહિલાઓએ પહેલીવાર બ્લડ ડોનેટ કર્યું

ગરબાડાના CHC સેન્ટરમાં ઈમરજન્સી જરૂરિયાત વાળા દર્દીઓને લોહીની જરૂરિયાત હોય તે માટે દવાખાનાના તબીબ રાધા કિશન મહેતાની આગેવાનીમાં બ્લડ ડોનેટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ટોટલ 14 યુનિટ બ્લડ ડોનેટ કરાયું હતું જેમાં પ્રથમ વખત ગામની એક મહિલા તથા એક દવાખાનાના સ્ટાફની બહેને પણ બ્લડ ડોનેટ કર્યું હતું આમ પહેલી વખત બે લેડીસ ફાસ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું હતું

પ્રથમ સ્નેહ મિલન સમારંભ લુણાવાડા ખાતે યોજાશે

મહીસાગર પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અને ખોડલધામ મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજ માં મહિસાગર જિલ્લાના લેવા પાટીદાર સમાજના 9 ગોળની મીટીંગ યોજાઇ હતી આગામી દિવાળી પછી તારીખ 18 11 2018 ના રોજ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ને પસ્તૂત રાખે પ્રથમ સ્નેહ મિલન સમારંભ લુણાવાડા ખાતે રાખવામાં આવનાર છે

વાલ્મીકી ઋષિ પ્રાગટય દિને સફાઇ કામદારોને સમ્માનિત કર્યા

ગોધરા. ગોધરામાં વાલ્મીકી જયંતિની ઉજવણી ગોધરાના સરદાર નગર ખંડ ખાતે કરી હતી. પંચમહાલ જિલ્લાની કાલોલ, હાલોલ, ગોધરા તથા શહેરા પાલીકાઓ માં ફરજ બજાવતાં સફાઇ કામદારો ઉજવણી માં સરદાર નગર ખંડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમ સફાઇ સેલના મધ્યઝોન ના ઇન્ચાર્જ નગર પાલિકાના સભ્ય જયેશભાઇ સોલંકી તથા ભાજપા અનુ.જાતિ મોર્ચો, ભાજપ જીલ્લા પ્રમુખ અશ્વીનભાઇ પટેલ , મહામંત્રી મેહુલ પટેલ સહીત કાલોલના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં જિલ્લાની તમામ પાલીકાના સફાઇ કામદારોને સમ્માનિત કર્યા હતા.

ધાનપુર તાલુકામાં એકતા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ધાનપુર. ધાનપુર તાલુકામાં આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ સાથેનો રથ ધાનપુર તાલુકાના નાકટીમા આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એકતા યાત્રાના સ્વાગતમાં ધાનપુર તાલુકાના નાકટી, બોગડવા,ચોરબારીયા, રામપુર, વેડ થઈ ને કુદાવાડામાં રાત્રી રોકાણ કરશે. દરેક ગામમાં એકતા યાત્રા નુ ફુલહાર થી ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા ના સ્વાગત માં ધાનપુર મામલતદાર બી.યુ.રાઠવા, તાલુકા વિકાસ અધિકારી આર.કે.પરમાર, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી સરદારસિહ બારીઆ, પદાધિકારીઓ, સરપંચો, તાલુકા સદસ્યો, વગેરે જોડાયા હતા.

ઝાલોદ નગરમાં 1700 લોકોએ ઉકાળો પીધો

ગરબાડામાં શરદપૂર્ણિમાની ઉજવણી

ગરબાડાના શ્રી રામજી મંદિર તથા શ્રી ગણેશ મંદિર નીચે શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભજનોની રમઝટ સાથે દૂધ પ્રસાદની વહેંચણી પણ કરવામાં આવી હતી.

કડાણાના ગામોમાં એકતા રથનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

દિવડાકોલોની. રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ જયંતિ ઉજવણી પ્રસંગે આગામી ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ વડાપ્રધાનના હસ્તે નર્મદા ડેમની નજીકમાં સાધુ ટેકરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાનાર છે આ અંતર્ગત મહી.માં તા.૨૦ ઓકટોબરથી શરૂ થયેલી એકતાયાત્રા ૨૪મી ઓક્ટબર-૧૮ના રોજ ઉંડાણ અને અંતરીયાળ આદિજાતિ વિસ્તારના કલીયારી ગામે સવારે પહોંચતા ગ્રામજનો અને અગ્રણીઓ દ્રારા સરદાર સાહેબને ભાવાંજલી આપી હતી. ત્યારબાદ બચકરીયા ઉત્તર, ડિંટવાસ, કરવાઇ, સરસવા ઉત્તર નવી અને સરસવા ઉત્તર જુની થઇ ભુલ ગામમાં એકતા યાત્રા ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડ્યો હતો. અને ગામે ગામ બાલીકાઓ મહાનુંભાવો અને ગ્રામ્યજનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને કંકુ, ચોખા તેમજ આરતી ઉતારી પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હત. આ રથ યાત્રા કડાણા તાલુકાના તરકોની નાળ, નાની રાઠ થઇ મોટી રાઠ ગામ ખાતે રાત્રી રોકાણ કરશે અને ગ્રામસભાનું પણ આયોજન કરાશે.

ઝાલોદ નગરમાં આરોગ્ય વિભાગ દાહોદ અને જય દેવા ગ્રૂપ દ્વારા ડેન્ગ્યુ ,સ્વાઇન ફ્લૂ જેવા મહારોગોથી બચવા માટે અમ્રુતપેય ઉકાળાનું આયોજન વડ બજાર શાહિદ રાજેશ ચોક પાસે કરવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદના મામલતદાર ડી.ટી.વણકર અને પીએસઆઇ એસ.કે પરમારે ઉપસ્થિત રહીને લોક જાગૃતિના ભાગરૂપે ઉકાળાનું જાહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું.1700 ઉપરાંત લોકોએ ઉકાળનો લાભ લીધો હતો.

ધારાસભ્યે કોટાથી એકતા રથનું પ્રસ્થાન કરાવ્યું

દાહોદ. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ખાતેથી એકતા રથનું પ્રસ્થાન ફતેપુરા મત વિસ્તારના ધારા સભ્ય રમેશભાઇ કટારાએ એકતા રથની ઝંડી બતાવી કરાવ્યું હતું. એકતા રથનું શાસ્ત્રોકત વિધિથી પૂજન મહાનુભાવો, ગામની બહેનો તથા અગ્રણીઓએ કર્યું હતું . આ પ્રસંગે એકતા રથમાં પ્રસ્થાપિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુખ્યાંજલી સાથે નમન વંદન કરતાં ધારાસભ્ય રમેશભાઇ કટારાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોડાઇ સરદાર પટેલને ભાવાંજલી આપીએ અને દેશને અખંડ રાખી એકતાની જયોત વિશ્વ ફલક ઉપર ઉપસે તે માટે સંકલ્પબધ્ધ થવા જણાવ્યું હતું.આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જૈફ વયના ઉત્સાહી સામાજીક કાર્યકર માનસિંગ ભાભોર ગુરૂજીએ સરદાર પટેલના કાર્યોને, આદર્શોને યાદ કર્યા હતાં.

દાહોદમાં રક્તદાન શિબિર યોજાઈ

દાહોદ.દાહોદ મિશન હોસ્પિટલ ખાતે ગુરુવારે સવારના સમયે એક રક્તદાન શિબિર યોજાઈ હતી. તા. 25-10-’18 ના રોજ ઝાયડસ સરકારી હોસ્પિટલની બ્લડ બેંક, લાયન્સ ક્લબ ઓફ ગોદી રોડ અને સી.એન.આઈ. ક્રિસ્ટ ચર્ચના સંયુક્ત ઉપક્રમે દાહોદની યોજાયેલ આઈ.પી. મિશન હોસ્પિટલ પરિસરમાં યોજાયેલ આ શિબિરમાં કુલ 15 બોટલ રક્તદાન થયું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: