દાહોદમાં 5 જ દિવસમાં 125 દર્દીઓ નોંધાયા, શુક્રવારે કોરોનાના 18 કેસ : કુલ 369

દિવ્ય ભાસ્કર

Jul 25, 2020, 04:00 AM IST

દાહોદ. શુક્રવારે પણ દાહોદમાં કોરોના પોઝિટિવ 18 નવા દર્દીઓ નોંધાયા હતા. છેલ્લા એક સપ્તાહથી બે આંકડામાં દર્દીઓ નોંધાતા લોકોનો ભય ચરમસીમાએ પહોંચ્યો હતો. તા.24ને શુક્રવારે દાહોદમાં મિલન દોશી, નિલેશ કડકીયા, મોહમ્મદ ઈકબાલ શેખ, કૈલાશચંદ્ર ખંડેલવાલ, પ્રકાશભાઈ રામચંદાની, કલ્યાણદાસ રામચંદાની, ભાનુપ્રકાશ શાહ, મનિષાબેન શાહ, અનિલભાઈ દોશી મુકુંદભાઈ કામલે, પંકજભાઈ વણઝારા, માધવી શાહ દશરથભાઈ ડામોર, હરેન્દ્રભાઈ શાહ, મુબિનાબેન હોંશિયાર, દાદુભાઇ મુલ્લામીઠાવાલા, સુનિલભાઈ લખારા અને ફારૂક ભરિયારા નવા કોરોના પોઝિટિવ દર્દીઓ તરીકે જાહેર થયા હતા.

શુક્રવારે 199 સેમ્પલો પૈકી 181 નેગેટિવ અને 18 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 369 થઈ જવા પામ્યો છે. હાલમાં 223 એક્ટીવ કેસ છે. શુક્રવારે વધુ 4 સાથે કુલ 27 લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: