દાહોદમાં 2 માસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી 109 પોષણકર્મીઓની નિમણૂક

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં કૂપોષણને નાથવા માટે સરકારે ભરેલું પગલું

દાહોદ જિલ્લામાં કુપોષણને નાથવા નવ તાલુકાની 109 આંગણવાડી કેન્દ્રો ખાતે 55 આંગણવાડી કાર્યકરો અને 54 તેડાગર કાર્યકરો એમ કુલ 109 પોષણકર્મીઓની ભરતી કરવામાં આવી છે.

આ ભરતી ઓનલાઇન પદ્ધતિથી અરજીઓ મંગાવીને ફક્ત બે મહિનામાં જ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંઘીનગર દ્વારા સંકિલત બાળ વિકાસ યોજના અતંર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે e-HRMS પોર્ટલ ઉપર ઓનલાઇન અરજીના માધ્યમથી આંગણવાડી કાર્યકર-તેડાગરની તમામ શરતોના પાલન સાથે ભરતી કરવામાં આવી છે. જે તે આંગણવાડી કાર્યકર-તેડાગર જે તે રેવન્યુ ગામના વતની હોવા જોઇએ તેવી શરત રાખવામાં આવી હતી. શહેરી વિસ્તાર માટે જે તે વોર્ડના ઉમેદવારને પણ અરજી કરવા દેવામાં આવી હતી. ૫રણિત-અપરણિત તેમજ વિઘવા ઉમેદવારને પણ અરજી કરવા દેવામાં આવી હતી. અનામત કેટેગરી તેમજ વિધવા ઉમેદવારને વિશેષ ગુણ આપવામાં આવ્યા હતા. એક જ કેન્દ્રમાં ફરજ બજાવતા કાર્યકર-તેડાગરના નજીકના સગા હોય તે કેન્દ્રમાં ઉમેદવારી માટે ગેરલાયક ગણવામાં આવ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: