દાહોદમાં 1 ઓગસ્ટ સુધી દુકાનો બપોરે 2 સુધી જ ખુલી રહેશે

દિવ્ય ભાસ્કર

Jul 23, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. નગરમાં પણ કેસો વધતાં નગર પાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા 1 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ સલામતીના ભાગરૂપે ખોલવાનો નિર્ણય કરાયો હતો. જેથી લોકો સવારથી ખરીદી કરવા લાઇનમાં ઊભા રહેતાં જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યાે હતાે. પાલિકા તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર દુકાનો ચલાવનાર સામે કાર્યવાહી કરાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ફરસાણની હોટલોને સીલ કરવામાં આવી હતી સાથે માસ્ક વિના બિન્દાસ્ત ફરતા લોકો સહિત વિવિધ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: