દાહોદમાં “હરિયાળી એક સંકલ્પ” દ્વારા જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન (N. S. S.) અને ઈન્દુભાઈ શેઠ લો કોલેજમાં ૧૧ દિવસમાં ૧૩૩૫ વૃક્ષો UPLOAD કરવામાં આવ્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
 દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના  લોકોના મનની એક અવાજ એટલે રેડિયો અવાજ દાહોદ ૯૦.૮ FM.  તેના પ્રયાસ થી “હરિયાળી એક સંકલ્પ” દ્વારા જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન (N. S. S.) અને ઈન્દુભાઈ શેઠ લો કોલેજ, દાહોદ માં રેડિયો અવાજ દાહોદ ૯૦.૮ FM ના RJ હર્ષ ભટારિયા અને તેમની ટીમના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓને RJ હર્ષ ભટારિયા, કોલેજના આચાર્ય શ્રીમતિ. ડો.એન.આર.પટેેેલ અને N. S. S. ના પ્રોગ્રામ ઓફિસર ડો.મનીષભાઈ સેવક દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ અને તે વૃક્ષનું જતન કેવી રીતે કરવું એ વિશે રસપ્રદ માહિતિ આપી હતી. આ કાર્યક્રમ નિમિત્તે કોલેજના સ્ટાફ સભ્યો, કોલેજના વિદ્યાર્થીઓ અને N.S.S. ના વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા “એક વૃક્ષ UPLOAD કરો, ગરમીને DELETE કરો” ધ્યેય વાકય પર પ્રેરાઈ ને ૨૦૦ જેટલા વૃક્ષોનું ઉત્સાહભેર વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેડિયો અવાજ દાહોદ ૯૦.૮ FM (RJ હર્ષ ભટારિયા) દ્વારા “હરિયાળી એક સંકલ્પ” દ્વારા જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન (N. S. S.) અને ઈન્દુભાઈ શેઠ લો કોલેજમાંં ૧૧ દિવસમાં કુુુલ ૧૩૩૫ વૃક્ષો સફળતા પૂર્વક UPLOAD કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: